અમરેલી

અમરેલી જિલ્‍લામાં કુલ 9 ઉમેદવારી પત્રક રજૂ થયા

બગસરા તા.પં.માં ર, અમરેલી તા.પં.માં પ, બગસરા પાલિકામાં ર

ચિત્તલ અને મોણપુર બેઠક ઉપર કોંગી ઉમેદવારે દાવેદારી કરી શુભ શરૂઆત કરી

મોણપુર, સરંભડા અને શેડુભાર માટે પણ કોંગી ઉમેદવારે દાવેદારી કરી

બગસરાની હામાપુર બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવારે દાવેદારી નોંધાવી

બગસરા પાલિકા માટે અપક્ષ અને 1 કોંગી ઉમેદવારે દાવેદારી રજૂ કરી

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી માટે થઈ સોમવારે જાહેરનામું પ્રસિઘ્‍ધ થતાંની સાથે જ ઉમેદવારી પત્રો રજૂ કરવાનું શરૂ થાય છે. ત્‍યારે સોવારે પ્રથમ દિવસે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી માટે એક પણ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરેલ ન હતું. ત્‍યારે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે બગસરા તાલુકા પંચાયતમાં ર, અમરેલી તાલુકા પંચાયતમાં પ તથા બગસરા નગરપાલિકામાં ર ઉમેદવારી પત્રો   મળી કુલ 9 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા.

ગઈકાલે ઉમેદવારી પત્રો રજૂ કરવાના બીજા દિવસે અમરેલી તાલુકા પંચાયત માટે થઈ ચિતલ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું છે. જયારે મોણપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. સરંભડા બેઠક માટે કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે શેડુભાર બેઠક માટે પણઉમેદવારી પત્ર રજૂ થતાં અમરેલી તાલુકા પંચાયતમાં પ કોંગી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

જયારે બગસરા તાલુકા પંચાયતની હામાપુર બેઠક માટે પણ બે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી ઉમેદવારી નોંધાવી છે.

બગસરા નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી માટે વોર્ડ નં.-પમાં અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે વોર્ડ નં.-6માં કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા જિલ્‍લામાં આજે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં ભભપહેલો ઘા રાણાનાભભ સમજી કોંગ્રેસના કુલ 8 ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવારી પત્રો રજૂ થવા પામ્‍યા છે.

જયારે જિલ્‍લા પંચાયતમાં એક પણ ઉમેદવારી પત્રો રજૂ થવા પામ્‍યા નથી.

Related Posts