અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ એક કિલોનાં માત્ર રૂા. 10
વાવાઝોડાએ કેરી ઉત્પાદકોની હાલત બગાડી
અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ એક કિલોનાં માત્ર રૂા. 10
ગ્લોબલ વોર્મિંગનાં કારણે છાશવારે ધરતીકંપ, વાવાઝોડા, કોરોના મહામારી જેવી ઉપાધીઓ લોકો ઉપર આવેલ છે. ત્યારે વાવાઝોડાનાં કારણે આંબા જમીનમાંથી ઉખડી પડતાં કેરીની સિઝનમાં 10 કિલોગ્રામ કેસર કેરીનું બોકસ માત્ર 100માં વેંચાય છે જયારે ગુવાર જેવા શાકનો ભાવ 1 કિલોનો 80થી રૂા. 100 થવા પામ્યો છે.
સામાન્ય રીતે મે મહિનામાં કેસર કેરી ખાવાની શરૂઆત લોકો કરે છે. શરૂઆતમાં કેસર કેરીનો ભાવ 1 કિલોનાં રૂા. 400થી શરૂ થાય છે બાદમાં ધીમે ધીમે કેરીની આવક વધવા લાગતા કેરીના રૂા. 100 1 કિલોગ્રામનો ભાવ થાય છે. પરંતુ ગત સોમવારે વાવાઝોડું ત્રાટકવાનાં કારણે અનેક વૃક્ષો સાથે આંબાનાં ઝાડનાં પણ સોથ વળી જતાં કેસર કેરીથી લટકી પડેલા આંબામાંથી કેરી ખરી પડી હતી. આમ મોટા પાયે કેરી ખરી જવાનાં કારણે કેરીનો ભાવ ગગડી જવા પામ્યો છે.
આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં 10 કિલો કેરી માત્ર રૂા. 100માં વેચાણ થતાં ગરીબ લોકો હવે કેરી ખાઈ શકે તેમ લાગે છે. કેરીનાં ભાવ તળીયે આવી જવા પામેલ છે ત્યારે શાકભાજીનો પાક નાશ પામતા શાકભાજીનો ભાવ ઉંચકાયો છે. ત્યારે ગરીબ પરિવાર શાકભાજીનાં બદલે કેરી ખાઈને દિવસો પસાર કરી રહૃાાં છે.
Recent Comments