અમરેલી જિલ્લામાં કોરોનાનાં નવા માત્ર 30 કેસ નોંધાતા રાહત થઈ
અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોનાના વધતા કેસના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને રોજબરોજ 100 આસપાસના નવા કેસ સામે આવતા હતા ત્યારે આજે અચાનક જ કોરોના પોઝિટિવના કેસની સંખ્યામાં મોટો ઘટાડો થતાં આજે કોરોનાના નવા માત્ર 30 દર્દીઓ જ આવતા લોકોમાં મોટી રાહત જોવા મળી હતી.અમરેલી જિલ્લામાં આજે 17 દર્દીઓ સ્વસ્થ થતાં તે તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હજુ પણ 1080 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
Recent Comments