આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન આમ જનતા શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પ્રોહી બુટલેગર ઈસમોની સમાજ-વિરોધી પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતા, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા એક સાથે આઠ ઈસમોના પાકા વોરંટ ઈશ્યુ કરતા, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ નામ વાળા આઠેય ઈસમોને પાસા વોરંટની બજવણી કરી, તેનાનામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.
જેમાં (1) રવિરાજ ઉર્ફે રવુ પીઠુભાઈ જોબાળીયા (ઉ.વ.રપ), રહે. નીલવડા, તા. બાબરાને સેન્ટ્રલ જેલ, અમદાવાદ (ર) મુકેશભાઈ મોતીભાઈ વાડદોરીયા (ઉ.વ.40), રહે. ચલાલાને લાજપોર, સુરત (3) દેવજીભાઈ ગોબરભાઈ વાઘેલા (ઉ.વ.40), રહે. લાખાપાદર, તા. ધારીને ખાસ જેલ, ભુજ (4) જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.40), રહે. સનખડાને જિલ્લા જેલ, પાલનપુર (પ) અફજલ કાદરભાઈ બિલખીયા (ઉ.વ.ર3), રહે. ચિતલને જિલ્લા જેલ, મહેસાણા (6) ગોપાલ રાજુભાઈ ચૌહાણ (ઉ.વ.18), રહે. જસવંતગઢને જિલ્લા જેલ, નડિયાદ (7) જયરાજ બાવકુભાઈ વાળા (ઉ.વ.ર4), રહે. અડતાળા, તા. લાઠીને ખાસ જેલ, પોરબંદર અને (8) અજીત કનુભાઈ ધાધલ (ઉ.વ.રપ), રહે. નીલવડા, તા. બાબરાને મઘ્યસ્થ જેલ, વડોદરા.
આમ, અમરેલી જિલ્લામાં તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહણની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહી બુટલેગર ઈસમો સામે પાસા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી, આવી અસામાજિક પ્રવૃતિઓ કરતા ઈસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરવામાં આવેલ છે.
Recent Comments