fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં પશુ ડોકટરોની ખાલી જગ્‍યાઓ ભરવા માંગ

ભારત દેશએ ખેતી આધારિત દેશ છે. દેશમાં ખેતી સાથે આનુસંગિક વ્‍યવસાય તરીકે પશુપાલન ખુબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

ગુજરાત પણ ખેતી અને પશુપાલન આધારિત રાજય છે અને મોટા પ્રમાણમાં ગૌશાળાઓ અને પશુપાલન કરવામાં આવી રહયું છે. રાજયમાં થયેલી પશુ ગણતરી મુજબ છેલ્‍લા વર્ષોમાં પાલતુ દુધાળા પશુઓની સંખ્‍યા મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લો પણ પશુપાલન આધારિત જિલ્‍લો છે. ખેડૂતો સાથે માલધારી સમાજના લોકો પણ પશુપાલન પર પોતાનું ગુજરાન ચલાવે છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં પુશ ડોકટરની જગ્‍યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે. જેમાં પશુ દવાખાનામાં ર4, પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્રમાં 17, નાયબ પશુ નિયામક -1, મદદનીશ પશુ નિયામક -1, જુથ મથક -1, ઉપ કેન્‍દ્ર-31, સમગ્ર જિલ્‍લામાં કુલ મળી 7પ જેટલા પશુ દવાખાના સાથે જોડાયેલ કર્મચારીઓની જગ્‍યાઓ ખાલી છે. તે તુરંત તેના કારણે અમરેલી જિલ્‍લાના પશુપાલન કરનારા લોકોએ અમરેલી જિલ્‍લાનાં પુર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડને રજુઆત કરતા રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને દેવા માલમને પત્ર લખી આ બાબતે તુરંત કાર્યવાહી કરીજગ્‍યાઓ ભરવા માંગણી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts