અમરેલી

અમરેલી જિલ્‍લામાં ભારેથી અતીભારે વરસાદની આગાહી

અમરેલી જિલ્‍લામાં આવતીકાલ બુધવાર અને ગુરૂવારનાં રોજ ભારેથી અતીભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હોય જે અનુસંધાને જિલ્‍લાનાં વહીવટીતંત્રને એલર્ટ રહેવા જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

જેમાં તમામ નાયબ મામલતદાર (ફલડ)ને પોતાના હેડકવાર્ટરમાં રહેવા, સરપંચ અને તલાટીમંત્રીનાં મોબાઈલ નંબર સાથે રાખવા, તમામ ડેમ સાઈટનાં સંપર્કમાં રહેવા અને કોઈ દુર્ઘટના બને તો ઉચ્‍ચ અધિકારીને તાકીદે જાણ કરવા સહિતની સુચના કલેકટરની સુચનાથી અધિક કલેકટર ઘ્‍વારા તમામ સરકારી અધિકારીઓને આપવામાં આવી છે.

Related Posts