અમરેલી જિલ્લામાં માનવતાની મહેંક પ્રસરી
સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનોએ ઓકિસજન સેવા શરૂ કરીએક અઠવાડીયા પહેલા ઓકિસજન વગર કોરોના દર્દીઓ મુંઝાઈ રહૃાા હતા અને હવે રાહત મળવી શરૂકુદરતનાં કહેર વચ્ચે માનવી માનવીનો હાથ પકડે તો જ મહામારીનો મુકાબલો થઈ શકેઅમરેલી જિલ્લામાં કોરોના મહામારી મોત બનીને ત્રાટકી હોય તેવા સમયે માનવી-માનવીનો હાથ પકડે તો જ કોરોનાની મહામારીનો સામનો કરી શકાય તેમ છે અને અમરેલી જિલ્લાની સેવાકીય સંસ્થાઓ અને સેવાકીય આગેવાનો પણ હવે મેદાનમાં આવ્યા છે.અમરેલી જિલ્લામાં એક અઠવાડીયા પહેલા કોરોના દર્દીઓ માટે ઓકિસજન મેળવવાની મુશ્કેલી ઉભી થઈ હતી.
બાદમાં સેવાકીય આગેવાનો મેદાનમાં આવી ગયા. લાયન્સ કલબ ઓફ રોયલ, વેપારી મહામંડળ, સારહિ યુથ કલબ, સુરેશ પાનસુરીયા સહિતે ઓકિસજનની વ્યવસ્થા શરૂ કરીને દર્દીઓને આપવાનું શરૂ કરતાં હાલ ઓકિસજનની જરૂરિયાતવાળા દર્દીઓમાં રાહત જોવા મળી રહી છે. બીજી તરફ સરકારે પણ હવે સરકારી તિજોરી માત્રને માત્ર કોરોના મહામારી માટે ખુલ્લી મુકવી જોઈએ. હવે એક વર્ષ સુધી અન્ય કોઈ વિકાસ કાર્યો પાછળ રૂપિયાનો ખર્ચ કરવો ન જોઈએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ઓકિસજન,બેડ, દવાખો, ઈન્જેકશન અને મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ માટે ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.
Recent Comments