અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પ્રેરિત આખા વિશ્વમાંઅનેક જગ્યાએ શકિતપીઠો અને પ્રજ્ઞાપીઠો દ્વારા લોકજાગૃતિ અને લોકકલ્યાણના કાર્યો થઈ રહયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ શાંતિકુંજના પ્રતિનિધિ સુરેન્દ્રનાથ વર્માજી તથા દયાનંદ શિવવંશીજીએ દરેક ગામોમાં જઈ ગાયત્રી પરિવારની મુલાકાત લીધી હતી. જેમાં ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચલાલાના પરિજનો તેમજ સ્ટાફગણ અને શાળાના બાળકોની મુલાકાત લીધી હતી અને સંસ્થાના વડા રતિદાદાના માઘ્યમથી થતી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. આ પરિજનોએ અમરેલી જિલ્લામાં બરવાળા બાવીશી, કુંકાવાવ, અમરેલી, બાંભણીયા, રાંઢીયા, જીથુડી, ચિતલ, બાબરા, જામ બરવાળા, રામપર, દામનગર, પાડરશીંગા, સાવરકુંડલા, વીકટર, રાજુલા, જાફરાબાદ, ધારગણી, ચલાલા, ખાંભા, બાબાપુર, મોટા માંડવડા, બગસરા વગેરે સ્થળોએ પરિજનોને મળી વિચાર વિમર્શ અને ગોષ્ઠિ કરી હતી. તેમજ કોરોના સમયમાં દિવંગત માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે ચલાલા ગાયત્રી સંસ્કાર ધામના વડા રતિદાદા તથા લાલજીભાઈ ખુંટ તથા અમરેલીથી અતુલભાઈ પંડયા, બીપીનભાઈ ભરાડ, ભાસ્કરભાઈ અને સમગ્ર જિલ્લાની ટીમ સાથે જોડાઈ હતી. સમગ્ર પ્રવાસનું આયોજન અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારના પ્રમુખ મહેશભાઈ મહેતા તથા સંયોજક બીપીનભાઈ ભરાડ દ્વારાકરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં શાંતિકુંજ હરિદ્વારનાં પ્રતિનિધિઓએ ગાયત્રી પરિવાર શાખાએ મુલાકાત લીધી

Recent Comments