fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં 490 ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણી યોજાશે

ગુજરાત રાજયમાં આગામી તા. ર1-1રનાં રોજ 10879 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે. તે પૈકી અમરેલી જિલ્‍લાની 490 ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણી તથા 38 જેટલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાશે તે માટે થઈ ચૂંટણી વિભાગ ઘ્‍વારા આજે સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવતા આજથી જ આદર્શ આચાર સંહિત અમલમાં આવી જવા પામી છે.

આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેર થયેલ કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો ભરવાની તારીખ ર9/11થી તા. 4/1ર સુધી, ઉમેદવારીપત્રો ચકાસવાની તા. 6/1ર તથા ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તા. 7/1ર સુધીમાં ખેંચી શકાશે.

આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી તા. 19નાં રોજ સવારે 7થી સાંજના 6 વાગ્‍યા સુધી મતદાન થશે જયારે મત ગણતરી તા. ર1/1રનાં રોજ હાથ ધરવામાં આવશે.

અમરેલી જિલ્‍લામાં ગ્રામ પંચાયતની સામાન્‍ય તથાપેટા ચૂંટણીઓની જાહેરાત થતા ગ્રામ પંચાયતનાં સદસ્‍યો તથા સરપંચ બનવાનાં સ્‍વપ્‍ના જોતા લોકોમાં ચૂંટણીને લઈ પ્રાથમિક કામગીરી શરૂ કરી દીધી છે.

Follow Me:

Related Posts