અમરેલી

અમરેલી જિલ્‍લામાં 98 ગામ પંચાયતો સત્તાવાર રીતે સમરસ બની

અમરેલી જિલ્‍લાની પ00 ઉપરાંત ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્‍બરનાં રોજ યોજાઈ રહી છે. જેમાં 98 ગ્રામ પંચાયતો આજે સત્તાવાર રીતે સમરસ જાહેર થઈ છે. જેમાં અમરેલી તાલુકાની 19, ધારી તાલુકાની 1પ અને સાવરકુંડલા તાલુકાની 14 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.

સત્તાધારી પક્ષ ભાજપને વધુમાં વધુ ગ્રામ પંચાયતોને સમરસ કરવામાં જોઈએ તેવી સફળતા મળી નથી. પાંચમાં ભાગની ગ્રામ પંચાયતો સમરસ બની છે. બાબરા તાલુકાની 11, લાઠીની 7, લીલીયાની 9, રાજુલાની 7, જાફરાબાદની 7, વડિયાની 3 અને બગસરાની 1 અને ખાંભાની પ ગ્રામ પંચાયત સમરસ બની છે. જો કે લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં ગ્રામ્‍ય મતદારોને તેમના સરપંચ અને સદસ્‍યની પસંદગી કરવાની તક મળવી જરૂરી છે.

હવે સમગ્ર ચિત્ર સ્‍પટ થઈ જતાં સરપંચ અને સદસ્‍ય પદનાં ઉમેદવારોમતદારોને રીઝવવાનો પ્રયાસ શરૂ કરશે અને કોણ કેટલા પાણીમાં છે તે સાબિત થઈ જશે.

અમરેલી જિલ્‍લામાં સમરસ થયેલ 98 ગામ પંચાયતોની સત્તાવાર યાદી

અમરેલી તાલુકાના કાઠમા, પ્રતાપપરા, તરવડા, કમીગઢ, ઢોલરવા, ચાંપાથળ, સોનારીયા, શંભુપરા, રીકડીયા, વરસડા, ઈશ્‍વરિયા, માળીલા, દેવરાજીયા, હરીપુરા, સુરગપરા, ખીજડિયા ખારી, ચાડીયા, ટીંબલા, કેરાળા

સાવરકુંડલા  તાલુકાના આદસંગ, આંકોલડા, ભમ્‍મર, બોરાળા, ચરખડિયા, ચીખલી, મેકડા, પીયાવા, રામગઢ, સાકરપરા, હાડીડા, હાથસણી, જાંબુડા, ધાર

લાઠી  તાલુકાના ઈંગોરાળા, દુધાળાબાઈ, ટોડા, ભુરખિયા, અડતાળા, હરસુરપુર-પુંજાપર જૂથ, વિરપુર

બગસરા તાલુકાના સનાળીયા

કુંકાવાવ-વડિયા  તાલુકાના અનીડા, ખાખરિયા, સૂર્યપ્રતાપગઢ

જાફરાબાદ તાલુકાના બાલાની વાવ, કંથારિયા કોળી, સાકરિયા નાના-મોટા, દુધાળા, જીકાદ્રી જૂની, ઘેંસપુર-સોખડા જૂથ, મીઠાપુર

લીલીયા તાલુકાના લોકા, લોકી, બવાડા, હાથીગઢ, અંટાળિયા, કુતાણા, કલ્‍યાણપર, પાંચતલાવડા, ક્રાંકચ

બાબરા તાલુકાના કુંવરગઢ, અમરવાલપર, વલારડી, ઉંટવડ, ધરાઈ, ભીલા, ભીલડી, ઈસાપર, થોરખાણ, સુકળવા, વાંકિયા

ખાંભા  તાલુકાના કાતરપરા, રાણીંગપરા, વિસાવદર નાના, ગોરાણા, નવા માલકનેસ

રાજુલા તાલુકાના ખેરા, નિંગાળા-1,નેસડી-1, બાલાપર, ઝાંપોદર, કુંભારીયા, રીંગણીયાળા મોટા

ધારી તાલુકાના  ત્રંબકપુર, કેરાળા, માણાવાવ, ઈંગોરાળા ડુંગરી, અમૃતપુર-ડાભાળી જૂથ, મીઠાપુર ડુંગરી, સરસિયા, કથીવદર, ખંભાળિયા શેલ, કાથરોટા, નવા ચરખા, પાણીયા દેવ, દુધાળા, ગરમલી નાની, ગરમલી ચરખા ગામની ગ્રામપંચાયાત સમરસ સતાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

અમરેલી જિલ્‍લામાં 19 ડિસેમ્‍બરનાં 391 ગામ પંચાયતની ચૂંટણી યોજાશે

અમરેલી જિલ્‍લાની 489માંથી 98 ગામ પંચાયત સમરસ થતાં તા.19 ડિસેમ્‍બરના રોજ 391 ગામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે.

જેમાં અમરેલીની 41, લાઠીની ર9, બાબરાની 33, સાવરકુંડલાની 49, લીલીયાની રપ, બગસરાની 33, કુંકાવાવની 36, ધારીની ર7, ખાંભાની 38, રાજુલાની પ1 અને જાફરાબાદની ર9 ગામ પંચાયતોનો સમાવેશ થાય છે.

Related Posts