અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજની સેવાકીય પહેલ
કોરોનાની મહામારીનાં સમયમાં અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજની સેવાકીય પહેલ તેમજ વજુભાઈ ગોલની મુખ્ય વ્યવસ્થાપક તરીકે અનેરી સેવા
કોરોનાની મહામારીમાં અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજની પહેલ અમરેલીના ઈશ્વરીયા ખાતે સેફ્રોન સ્કૂલમાં પ0 બેડનું વિનામૂલ્યે કોવિડ સેન્ટર કાર્યરત થયેલ છે. આ સેન્ટરમાં પ0 બેડની વ્યવસ્થા છે. હાલ 40 દર્દીઓ છે. જે દર્દીને ઓકિસજનની જરૂરિયાત હોય તેમને ઓકિસજન પણ આપવામાં આવે છે. સરકાર તરફથી અપાતા રેમેડેસિવિર ઈન્જેકશનો પણ અહીં ઉપલબ્ધ છે. આ સેન્ટરમાં 1 એમ.ડી. ડોકટર તથા પ એમ.બી.બી.એસ. ડોકટર તેમજ 10 નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ સતત ખડે પગે દર્દીઓની સેવા કરી રહયા છે. અહીં આવનાર દર્દી પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ઉપરાંત દર્દીને જમવાનું, તેમની સાથે આવેલ સગાને પણ સાત્વિક ભોજન અપાઈ રહયુંછે. ગત તા.ર6 એપ્રિલથી કાર્યરત સેન્ટરમાં અત્યાર સુધીમાં 3ર દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં એકપણ દર્દીનું અવસાન થયેલ નથી. આ સમગ્ર વ્યવસ્થા અમરેલીના પટેલ મંડપના જાણીતા અને ઈવેન્ટ તેમજ મેનેજમેન્ટના માહીર વજુભાઈ ગોલ સંભાળી રહયા છે. તેમની સાથે સહાયક તરીકે જગદીશભાઈ વિરમગામા, રામભાઈ સાનેપરા તથા ઈશ્વરીયા અને વરસડા ગામના યુવાનો પણ સેવા આપી રહયા છે. આ સેન્ટરનો તમામ ખર્ચ અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓના સહયોગથી સંચાલિત થઈ રહયું છે.
Recent Comments