fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા પંચાયતનાં પ્રશ્‍નો દૂર કરવાનું આશ્‍વાસન અપાયું

અમરેલી જિલ્‍લા પંચાયતનાં સદસ્‍યોનાં તલાટી મંત્રીનાં બદલી સહિતનાં અનેક વિકાસકાર્યોનો નિકાલ થતો ન હોય સદસ્‍યોમાં રોષ ઉભો થયો હોય અને ર દિવસ પહેલા જિલ્‍લા પંચાયત કચેરીમાં સદસ્‍યોનો હલ્‍લાબોલથી ભારે ચકચાર મચી હતી.

બાદમાં મોટાભાગનાં નારાજ સદસ્‍યો ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરતાં તેઓને 4 દિવસમાં  જે કાંઈ પ્રશ્‍નો હશે તે દૂર કરવાનું આશ્‍વાસન અપાયાનું જાણવા   મળેલ છે.

હવે પ્રશ્‍ન એ ઉપસ્‍થિત થાય છે કે, તાલુા કે જિલ્‍લાકક્ષાએ વહીવટીતંત્રને ચલાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ જનતાનાંપરસેવાનાં પૈસાનો થતો હોય છતાં પણ જનતાનાં કે જનપ્રતિનિધિઓનાં સામાન્‍ય પ્રશ્‍નોનું નિરાકરણ સ્‍થાનિકકક્ષાએ થતું ન હોય રાજય સરકારે જિલ્‍લાનાં વહીવટીતંત્રને સ્‍થાનિકકાર્યોનો સ્‍થાનિક સ્‍તરે નિકાલ કરવા આદેશ કરવો જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.

Follow Me:

Related Posts