અમરેલી જિલ્લા પંચાયતનાં વિપક્ષી સદસ્યોનાં વિસ્તારમાં વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવામાં ઠાગાઠૈયાનો આક્ષેપ
અમરેલી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બપોરે 3 કલાકે મળી હતી. જેમાં 1પમાં નાણાંપંચના કામો, સ્ટેમ્પ ડયૂટીના કામો તેમજ રેતી કંકરની ગ્રાન્ટના કામોને બહાલી આપવા માટે મળેલ હતી.
આ મિટીંગમાં ગત ખાસ સામાન્ય સભા જે તા.14/10/ર1ના રોજ મળેલ હતી. તેમાં જે વિકાસના કામો નાણાંપંચની ગ્રાન્ટના કામોને બહાલી આપેલ તેની ચર્ચા કરવામાં આવી.જેમાં જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતભાઈ ડી. કોઠીવાળ દ્વારા જણાવ્યું કે ગત સભાના પ્રોસીડીંગમાં બહાલી મળેલ કામોની યાદી વિકાસ શાખા દ્વારા પ્રોસીડીંગમાં મોકલેલ નથી. તેમજ આજની મિટીંગમાં જે કામોની બહાલી આપવાની છે તેની યાદી વાંચવા માટે જણાવેલ પરંતુ સતાના મદમાં રાચતા સતાધીશો દ્વારા કોંગ્રેસના સભ્યોના વિસ્તારને ગ્રાન્ટ ન આપવા માટે તખ્તો ઘડેલ હોવાથી યાદી વાંચવામાં ન આવતા તેમજ ગ્રાન્ટ બાબતે મનમાની કરવામાંઆવતા કોંગ્રેસના સભ્યો તેમજ આમ આદમીના મહિલા સભ્ય સાથે આજની મિટીંગમાંથી વોકઆઉટ કરવામાં આવ્યો હતો. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર છે જે વિપક્ષનેતા પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા વિકાસ કમિશ્નરને પત્ર દ્વારા જાણ કરવા યોગ્ય કાર્યવાહી અંગે રજૂઆત કરવાનું જણાવેલ છે.
વિકાસના કામોમાં વ્હાલા દવલાની નીતિ રાખવા બાબતે ભાજપના સભ્યોમાં પણ અંદરખાને ગણગણાટ સાંભળવા મળેલ હતો. આવનારી સામાન્ય સભામાં સભ્યોના અધિકાર તેમજ હકક માટે લડત કરવાની તૈયારી વિપક્ષ દ્વારા કાયદાકીય રીતે કરવામાં આવી છે.
વિપક્ષ નેતા પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા અવાર નવાર લોક ઉપયોગી પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવે છે.
Recent Comments