fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા પંચાયતમાં સત્તાધારી પક્ષનાં સદસ્‍યોને પણ કોઈ ગણકારતું નથી : વિરજી ઠુંમર

અમરેલી જિલ્‍લા પંચાયતના સતાધારી ભાજપના સદસ્‍યોનું પણ કોઈ સાંભળતું ન હોય ત્‍યારે, આમ નાગરિકના પ્રશ્‍નોનું નિરાકરણ કેવી રીતે થતું હશે તેનો અંદાજ આવી શકે તેમ છે. તેમ એક નિવેદનમાં લાઠી- બાબરાના કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે જણાવેલ છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે ભાજપના શાસનમાં ભ્રષ્‍ટાચાર ચરમસીમાએ છે. પદાધિકારીઓ સતાધારી પક્ષના આગેવાનોને પણ ગણકારતા નથી અનેક્રમશઃ વહીવટી તંત્રથી આમ આદમીનો વિશ્‍વાસ ઉઠી રહયો છે. જો કે અમુક અધિકારીઓ નિષ્ઠાથી કાર્ય કરી રહયા છે.

પરંતુ, મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સતાધારી પક્ષના ઉચ્‍ચ આગેવાનોને પૂછયા વગર કોઈ નિર્ણય કરી શકતા નથી પરંતુ, નાના કાર્યકરો કે આગેવાનોની કોઈ વ્‍યાજબી રજૂઆત પણ ઘ્‍યાનમાં લેવાતી નથી.

અંતમાં જણાવેલ છે કે ભાજપના રાજમાં દરેક ક્ષેત્રે અંધાધૂંધીનો માહોલ ઉભો થઈ રહયો છે. અને હવે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્‍ચે વિખવાદ વધતો હોય આમ આદમી હવે બધી રમત સારી રીતે સમજી રહયા છે તે હકીકત છે.

Follow Me:

Related Posts