અમરેલી જીલ્લાના કમાંડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી જરૂરી ડોકયુમેન્ટ સાથેનું પાકીટ શોધી મુળ માલીકને પરત આપ્યા બાબત
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ. જી. ગોહીલ સાહેબ તથા ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે.એમ. કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ અમરેલી શહેરના નાગરીકશ્રી દર્શિતભાઇ રાજેશભાઇ મહેતા રહે. શિવમ બંગ્લોઝ તપોવન મંદિર પાસે ચિતલ રોડ અમરેલી વાળા અમરેલી ચિતલ રોડ ઉપર આાવેલ તપોવન મંદિર પાસેથી હિરામોતીચોક ખાતે જવા માટે ઓટોરીક્ષામાં બેસી નિકળેલ હતા તે દરમ્યાન તેઓ હિરામોતીચોકમાં ઓટોરીક્ષામાંથી ઉતરી જઇ રહેલ હતા તે દરમ્યાન તેઓને ધ્યાને આાવેલ કે મારૂ પાકીટ ઓટોરીક્ષામાં પડી ગયેલ હોય તે પાકીટમાં તેઓના જરૂરી ડોકયુમેન્ટ જેવા કે, એ.ટી.એમ.કાર્ડ તથા આધારકાર્ડ સાથેનું પાકીટ પડી ગયેલ હોય, ત્યારબાદ તેઓ અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ખાતે આવતા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) સ્ટાફ દ્વારા અગત્યના સ્થળોના સીસીટીવી ફુટેજ ચેક કરતા અરજદારશ્રીના જણાવ્યા મુજબની ઓટોરીક્ષા સેન્ટર પોઇન્ટના એ.એન.પી.આર. કેમેરામાં જોવા મળેલ હોય, જેના રજી. નંબર GJ04Z1570 વાળી હોવાનું જોવા મળેલ ત્યાર બાદ તે ઓટોરીક્ષાને ટ્રેક કરેલ અને તે ઓટોરીક્ષાના ચાલકની પોલીસ દ્વારા પુછપરછ કરતા પાકીટ ઓટોરીક્ષામાંથી મળી આાવેલ હોય, જે પાકીટ અરજદારશ્રીને સહી સલામત સોપી આપેલ છે.
આમ ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક અસરકારક કામગીરી કરી અરજદારશ્રીને ખરાઇ કરી અરજદારશ્રીની માલીકીના જરૂરી ડોકયુમેન્ટ સાથેનું પાકીટ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાની મદદથી પરત કરેલ છે.
Recent Comments