અમરેલી જીલ્લાના ખેડૂતોને પુરતુ ખાતર મળી રહે તે માટે આગોતરા આયોજન અર્થે ગુજરાત સરકારના કૃષિ મત્રી અને ઈફકોના ચેરમેનને રજૂઆત કરતા પૂર્વે સાસદ નારણભાઈ કાછડીયા
સમગ્ર જીલ્લામા ખેડૂતો દ્વારા વાવણી થઈ હોય ત્યારે આવનારા સમયમા ખેડૂતોને સમયસર ઉરીયા અને ડીએપી ખાતર મળી રહે તે હેતુથી અમરેલીના પૂર્વે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાઅ ગુજરાત સરકારના કૃષિ મત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સઘાણીને પત્ર પાઠવી આગોતરા આયોજન અને કોઈપણ પ્રકારની ખાતરની ઘટ ના પડે ત માટે રજૂઆત કરેલ છે. પૂર્વે સાસદે સાથોસાથ જીલ્લાના ખેડૂતોને જાણ કરેલ છે કે, આપણે વધારેમા વધારે નૈનો ઉરીયા ખાતરનો વપરાશ કરતા થઈએ અને નૈનો ઉરીયા ખાતર ઓછા પૈસામા પુરતુ કામ આપે છે તો નૈનો ઉરીયાનો છટકાવ થાય તે દિશામા આગળ વધવુ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે તે માટે જીલ્લાના ખેડૂતો મિત્રોને જાગૃત થવા માટે અપીલ કરેલ છે.
ઉપરાત રાસાયણીક ખાતર તેમજ પેસ્ટીસાઈટનો ઉપયોગ ઓછામા ઓછો થાય તેની કાળજી રાખવી. આવનારા સમય સાથે તાલથી તાલ મીલાવી ઓગૅનક ખેતી તરફ આગળ વધવુ એ સમયની માગ છે અને એ આજે નહી તો કાલે દરક ખેડૂત મિત્રોએ અપનાવવુ જ પડશે. તેથી તે દિશામા પણ ખેડૂતોએ ગભીરતાથી વિચારવુ જઈએ અને બદલતા સમય સાથે – બદલતી ટેકનોલોજી સાથેખેડૂતોએ ખેતી કરવી જોઈએ. વર્તમાનમા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને રાજયના મખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મિશન ‘એક પેડ મા કે નામ’ અભિયાન અતર્ગત સૌએ ઓછામા ઓછુ એક વૃક્ષ વાવી તેને ઉજેરવ જોઈએ. ખેડૂત મિત્રોએ તો જો તેમના ખેતરના શેઢ પાળ અથવા ફાલતુ જમીન પડી રહેતી હોય તો તેમા વૃક્ષો વાવવા જોઈએ, દેશી કુળના વૃક્ષો તમોને ચોકકસ બચવશે. તો એક પેડ મા કે નામ, એક પેડ માતૃભુમિ કે નામ અતર્ગત સૌ કોઈ વૃક્ષો વાવે તેવી પૂર્વે સાસદ શ્રી કાછડીયાએ સૌ લોકોને અને ખેડૂતોને અપીલ છે.
Recent Comments