અમરેલી જીલ્લાના તમામ ધારાસભ્ય દ્વારા કમોસમી વરસાદમાં પાકને થયેલ નુકશાન અંગે સહાય મળવા અંગે સરકારમાં જોરદાર રજુઆત

ગત તા.૦૪, ૦૫, ૦૬ માર્ચ ૨૦૨૩ના રોજ ગુજરાત રાજયમાં આવેલ કમોસમી વરસાદ / ભારેપવન ફુંકાયેલ છે જેમા, ખાસ કરીને અમરેલી જીલ્લામાં આ ત્રણ દિવસ દરમ્યાન પડેલ ભારે વરસાદ તથા પવનના કારણે ખેડુતોનો ઉભો પાક જેવો કે, ઘંઉ, ચણા, ધાણા જીરૂ વગેરેના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ હોય આ નુકશાન ભરપાઇ કરવા માટે અમરેલી જીલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ(પાંચ) મળી કૃષી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલને સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા તથા વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી કૌશીકભાઇ વેકરીયાની આગેવાનીમાં રજુઆત કરી ખેડુતોના પાકને થયેલ નુકશાનીનું તાત્કાલીક ઘોરણે સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ ખેડુતોને સહાય આપવા અંગેની રજુઆતો કરવામાં આવેલ છે.
Recent Comments