લોકોના પ્રશ્નોના હલ માટે હરહંમેશ તત્પર રહેતા એવા અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આજ રોજ કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જી૬ત્સિલા સંકલન/ફરીયાદ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી અમરેલી જીલ્લાના તેમજ લોકોના વિવિધ પડતર અને જટીલ પ્રશ્નોના અંગે રજૂઆત સહ ચચૉઓ કરી હતી. સાંસદશ્રીએ આ બેઠકમાં પી.જી.વી.સી.એલ., જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મામલતદારશ્રી, જી.પી.સી.બી., ફીશરીઝ, માગૅ અને મકાન વિભાગ પંચાયત/સ્ટેટ, વન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વાસ્મો વિભાગ, એસ.ટી. વિભાગ, નેશનલ હાઈવે અને રે૬ત્સિવે વિભાગને લગત કુલ રપ જેટલા પ્રશ્નોની રજુઆત કરેલ હતી અને લોકોના પ્રશ્નોનું આગામી બેઠક પહેલા નિવારણ આવે તે માટે તકેદારી લઈ સત્વરે કાયૅવાહી કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી.
અમરેલી જીલ્લાના પડતર અને જટીલ પ્રશ્નોના નિરાકરણ માટે પરામશૅ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

Recent Comments