fbpx
અમરેલી

અમરેલી જીલ્લાના પશુપાલકો માટેપશુધનની સારવાર અર્થે નવા ૨૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨) ફાળવવા સરકારશ્રીમા રજુઆત કરતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા

સાસદશ્રીએ મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને સગઠન મહામત્રી શ્રી રત્નાકરજીને લેખીત રજુઆત કરી

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જીલ્લામા પશુપાલનના વ્યવસાય સાથે સકળાયેલ પશુપાલકો અને ખેડુતોને તેમના પશુઓન સમયસર અને પુરતી સારવાર મળી રહે તે માટે અમરેલી જીલ્લા માટે ૨૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨) ફાળવવા ગત તા. ૨૧/૦૮/૨૦૨૩ ના રોજ માન. મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને ગુજરાત પ્રદેશ ભાજપ સગઠન મહામત્રી શ્રી રત્નાકરજીને લેખીત રજુઆત કરેલ છે.

સાસદશ્રીએ કરેલ રજુઆત મુજબ અમરેલી જીલ્લા વતમાનમ અદાજીત ૩.૫૦ લાખ જેટલ મોટુ પશુધન અને ૧.૭૫ લાખ જેટલ નાનુ પશુધન ધરાવતો જીલ્લો છે. કુલ ૫.૨૫ લાખ પશુધન સામે અમરેલી જીલ્લામા ફકત ૨૧ જેટલી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨) ની સુવિધા જ ઉપલબ્ધ છે. તેમજ રાજય સરકાર તરફથી અમરેલી જીલ્લા માટે વધુ ૧૧ જેટલા વાહનો મજુર કરવામા આવેલ છે. જો સરકારશ્રી તરફથી ૧૧ ના બદલે ૨૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ફાળવવામા આવે તો અમરેલી જીલ્લાના ૪૨૦ જેટલા ગામોને કરૂણા એમ્બ્યુલન્સનો ફાયદો થાય તેમ છે અને પશુપાલકોનો મોટો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. તેથી સરકારશ્રી તરફથી અમરેલી જીલ્લા માટે મજુર કરાયેલ ૧૧ કરૂણા એમ્બ્યુલન્સ સાથે વધુ ૧૦ એમ્બ્યુલન્સ મજુર કરી કુલ ૨૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ફાળવવા બાબત સાસદશ્રીએ મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને સગઠન મહામત્રીશ્રીને બેઠક દરમ્યાન લેખીતમા રજુઆત કરેલ હોવાનુ સાસદ કાર્યાલયની અખબારી યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts