બાબરા શહેરમાં આવેલું પથિકાશ્રમ આવેલું છે. એક સમયે આ બિલ્ડીંગ શહેરની શાન ગણવામાં આવતી હતી. લોકોને અહીં આશરો મળતો હતો.પરંતુ આજે આ આશ્રયસ્થાનમાં આશરો લેવો જોખમી બની શકે તેવી હાલત થઈ છે. આ ઉપરાંત તેની આસપાસ ફરકવું પણ મોતને દાવત આપવા જેવી સ્થિતિ છે.સમગ્ર બિલ્ડિંગ ખોખલી ગની ગઈ છે. જ્યાં ત્યાંથી પોપડાઓ અને કાટમાળ ખરી રહ્યો છે. આજથી 20 વર્ષ પહેલાથી જ જાળવણી ન થતી હોવાને કારણે ખંડેર થઈ ચુકી છે. આ બિલ્ડીંગ નો પ્રશાસન દ્વારા ચૂંટણીમાં પોલીસ અને આર્મીના જવાનોને ઉતારા માટે પણ ઉપયોગ કર્યો હતો જોકે યોગ્ય મરામત કરવામાં ખામી રહી જતા કરોડોનું બિલ્ડિંગ આજે ખંડેર થઈ ચૂક્યું છે. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને દુકાન માં આવતા ગ્રાહકો પણ જીવન જોખમે ખરીદી કરવા આવતા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે.
તો બીજી તરફ અહીં આસપાસમાં અને બિલ્ડીંગના નીચે દુકાનો પણ આવેલી છે આ બિલ્ડીંગના જર્જરિત જોખમને કારણે દુકાનદારો અને અહીંના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગમે ત્યારે કાટમાળ નીચે ખરી રહ્યો છે અને લોકોની માથે પડી રહ્યો છે જેને લઈને લોકો સાથે મોટી દુર્ઘટના સર્જવાવાનો ભય જોવા મળી રહ્યો છે. તેમજ પ્રશાસન દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નીતિન રાઠોડ દ્વારા ddo અને સરકારમાં નવું બને તે માટે રજુઆત કરાઈ છે
ત્યારે આ બિલ્ડીંગ એ અહીં બહારથી દવાખાનાના કામેં આવતા દર્દીઓ,બહારથી આવતા મુસાફરો,સરકારી કર્મચારીઓ સહિત અનેક લોકોને આશ્રય આપ્યું છે પરંતુ પાલિકા અને તાલુકા પંચાયત વચ્ચે ચાલતા એમઓયું અને સરકારી લાંબી પ્રોસેસોના કારણે રીનોવેશન અથવા કોઈ અન્ય કામગીરી થઈ શકતી નથી જેના કારણે લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે ને લાઠી બાબરા ના ધારસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા આ પ્રશ્ન વિધાનસભામાં પણ રજૂ કર્યો હતો
એક તરફ સરકર વિકાસની વાતો કરે છે તો બીજી તરફ વર્ષો જુના મકાનો બિલ્ડીંગો ચોમાસામાં ધરાશાહી થવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે પ્રજાના પ્રતિનિધિની પીડાઓ પણ સરકાર સાંભળતી ન હોય ત્યારે હવે પથિકાશ્રમ ક્યારે રીનોવેશન થશે કે પાડી નાખશે તે તો સમય જ કહેશે.
Recent Comments