અમરેલી જીલ્લાના યુવાન ને ઈન્ડિયન એરફોર્સમાં સાર્જન્ટ તરીકે નું પ્રોમશન મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર અને કાઠી ક્ષત્રીય સમાજ નું ગૌરવ વધાર્યું
એરફોર્સ માં અનેક રાજ્યો માં ભરતી કર્યા બાદ હાલ રક્ષા મંત્રાલય દિલ્લી ખાતે ફરજ બજાવી રહ્યા છે.
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકા નું નાનું એવું જાબાળ ગામ ના યુવાન મહાવીરભાઈ નજુભાઈ ખુમાણ એ ઈન્ડિયન એરફોર્સ માં સાર્જન્ટ (સિનિયર નોન કમિશન્ડ ઓફિસર) તરીકે નું પ્રમોશન મેળવી સમગ્ર કાઠિયાવાડ અને કાઠી ક્ષત્રીય સમાજ નું ગૌરવ વધાર્યું છે. માત્ર સાડા સોળ વર્ષ ની ઉંમર માં જ એરમેન તરીકે ભારતીય હવાઈ દળ માં ભરતી થયા બાદ મહાવીરભાઈ ખુમાણ દ્વારા ભારત માં પાંચ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ માં એરફોર્સ ભરતી મેળા ના સંચાલન પણ કર્યું હતું અને હાલ રક્ષા મંત્રાલય દિલ્લી ખાતે ફરજ બજાવી રહ્યા છે ઈન્ડિયન એરફોર્સ માં સાર્જન્ટ તરીકે પ્રમોશન મેળવી નામ રોશન કરવા બદલ અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ ના અગ્રણી અશોકભાઈ ખુમાણ ઠવી, ઝીંઝુડા દરબાર અને પુર્વસરપંચ ભાભલુંભાઈ ખુમાણ, અમીતગીરી ગોસ્વામી દ્વારા મહાવીરભાઈ ને અભિનંદન પાઠવી એરફોર્સ હજુ આગળ વધી દેશસેવા કરી ગુજરાત નું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી
Recent Comments