અમરેલી જીલ્લાના લોકોના પ્રાણ પ્રશ્ન એવા બ્રોડગેજની સુવિધા જીલ્લાને પ્રાપ્ત થશે
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના સતત અને અથાગ પ્રયાસો થકી જીલ્લાના લોકોના પ્રાણ પ્રશ્ન એવા જીલ્લાને બ્રોડગેજની સુવિધા પ્રાપ્ત થશે . સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા વર્ષ ૨૦૦૯ માં પ્રથમ વખત સાંસદ તરીકે ચુંટાયા બાદથી જ અમરેલી જીલ્લાને બ્રોડગેજ મળી રહે તે માટે તેમના તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા અને જેમના પરિશ્રમને આજે સફળતા મળવા પામેલ છે .
સાંસદશ્રીની રજૂઆત અન્વયે સૌ પ્રથમ વાર ડીસેમ્બર – ૨૦૧૧ માં ખીજડીયા – વિસાવદર – જુનાગઢ અને વિસાવદર વેરાવળ લાઈનનો પ્રાથમિક સર્વે કરવામાં આવેલ હતો . ત્યારબાદ વર્ષ ૨૦૧૪ માં માન . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીની સરકાર બનતાની સાથે જ સાંસદશ્રીની રજૂઆત અન્વયે વર્ષ ૨૦૧૪-૧૫માં ( ૧ ) ખીજડીયા- વિસાવદર ( ૨ ) વિસાવદર – જુનાગઢ અને ( ૩ ) વિસાવદર – વેરાવળ લાઈનને ત્રણ વિભાગમાં ગેજ પરિવર્તન માટે સૈધાંતિક મંજુરી આપવામાં આવી હતી.પરંતુ આ લાઈન ફોરેસ્ટ વિભાગ માંથી પસાર થતી હોવાને લીધે આ ત્રણેય પ્રોજેક્ટની તમામ પ્રક્રિયા પૂર્ણ થયેલ હોવા છતાં આ પ્રોજેક્ટ્સને લો પ્રાયોરીટીમાં મૂકી દેવામાં આવેલ હતા . જે બાબતે પણ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તત્કાલીન અને વર્તમાન રેલ્વે મંત્રીશ્રીઓ , રેલ્વે બોર્ડ અને વન મંત્રાલયને સતત રજુઆતો કરી , સતત ફોલોઅપ લઇ આ ત્રણેય લાઈનોને વર્ષ – ૨૦૨૨ માં લો પ્રાયોરીટી માંથી ટોપ પ્રાયોરીટીમાં સમાવેશ કરાવવામાં સફળ રહેલ .
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના અથાગ પ્રયાસો થાકી આજે આ ત્રણેય પ્રોજેક્ટસના કામ ઝડપ થી તે ચાલુ થાય માટે આર.વી.એન.એલ. તરફ થી ( ૧ ) ખીજડીયા – વિસાવદર લાઈન અને ( ૨ ) વિસાવદર – જુનાગઢ લાઈનના ગેજ પરિવર્તન માટે ક્રમશઃ રૂ . ૫૭૦ કરોડ અને રૂ . ૩૩૪ કરોડ રકમની મંજૂરી સાથે ટેન્ડર ઓનલાઈન કરવામાં આવેલ છે . તેમજ ( ૩ ) વિસાવદર – વેરાવળ લાઇન માટે રૂ . ૭૪૯ કરોડ ની દરખાસ્ત રેલ્વે બોર્ડને મોકલી આપવામાં આવેલ હોવાનું સાસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે . ‘
Recent Comments