અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસથી અમરેલી જીલ્લાની ૧૬૨ માંથી ૮ર ગ્રામ પંચાયતોને ૧પમાં નાણાપંચની ગ્રાન્ટ વાપરવામાં પડતી મુશ્કેલીઓ અને એન.આઈ.સી. સોફટવેરમાં આવતી એરર દૂર થવા પામેલ છે. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, સરકારશ્રી તરફથી ડાયરેકટ ગ્રામ પંચાયતોને મળતી ૧પમાં નાણા પંચની ગ્રાન્ટમાં જે તે સમયે કમૅચારી અથવા તો કોમ્પ્યુટર ઓપરેટ દ્વારા થયેલ એન્ટ્રી ભુલના કારણે અમરેલી જીલ્લાની ૧૪૭ ગ્રામ પંચાયતોમાં ટાઈડ–અનટાઈડ, ૬ ગ્રામ પંચાયતોમાં મીશન અંત્યોદયા અને ૯ ગ્રામ પંચાયતોમાં અન્ય પ્રકારની એરસૅ આવતી હતી. જેના કારણે જીલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ૧પમાં નાણા પંચની ગ્રાન્ટ વાપરી શકતા ન હતા.
આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ગત તા. ૬ ઓગષ્ટ–ર૦રર ના રોજ માન. કેન્દ્રીય ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગીરીરાજ સિંહજીને લેખિતમાં (એરર આવતી ગ્રામ પંચાયતોની યાદી સાથે)પત્રથી રજૂઆત કરેલ હતી. જેના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા એન.આઈ.સી. પોટૅલમાં સુધારા માટેનો ઓપ્શન ઓપન કરવામાં આવેલ અને પરીણામ સ્વરૂપે આજે રાજુલા તાલુકાની ૬પ, જાફરાબાદ તાલુકાની ૧૧, ખાંભા તાલુકાની ૦૪, ધારી તાલુકાની ૦૧, સાવરકુંડલા તાલુકાની ૦૧ એમ કુલ ૮ર ગ્રામ પંચાયતોની એરસૅ/મુશ્કેલીઓ દૂર થવા પામેલ છે અને હજુ બાકી રહેતી ૮૦ ગ્રામ પંચાયતોમાં આવતી એરરનું પણ સત્વરે નિરાકરણ આવે તેવા પ્રયત્નો હાથ ધરેલ હોવાનું સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે.


















Recent Comments