અમરેલી

અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનો તાત્કાલીક સર્વે કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી

અમરેલી જિલ્લામાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે  અમરેલી જીલ્લાના ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતોને પાકમાં નુકસાની સહન કરવી પડે છે, બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નુકશાન થયું ન હોવાનું અને સર્વનો પણ કોઈ આદેશ ન હોવાનું જણાવે છે.
અમરેલી જીલ્લામાં ખાંભા તાલુકાના ભાવરડી, ચતુરડી, કોદીયા, મોટા ચરાખડીયા, રાયડી, ખાંભા, સા.કુંડલાના ઘનશ્યામનગર તેમજ રાજુલાના આગરીયા સહિતના  ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો જેના કારણે મુખ્યત્વે પાક પલળી જવાથી તેમજ મોર ખરી જવાના કારણે ખેડુતોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે, જેમાં કેરી, તલ,બાજરી,ડુંગળી, ઉનાળું મગ સહીતના પાકને ખુબ જ નુકશાની  થયુ છે. 

આ ભાજપ સરકારે અમરેલી જીલ્લાના ખાંભા, સા.કુંડલા, રાજુલા તાલુકાના ગામડાઓમાં ખેડુતોના ખેતરોની રૂબરૂ મુલાકાત કરી ખેડુતોની વેદના અને પરિસ્થિતી જાણવી જોઈએ, ગુજરાતમાં છેલ્લા ર૭ વર્ષથી ભાજપની સરકાર છે, અને આ સરકાર હમેશા ખેડુત વિરોધી રહી છે, ગુજરાત રાજયની ભાજપ સરકાર ખેડુતલક્ષી અને ખેડુતના હમદર્દ હોવાના માત્રને માત્ર પોકળ દાવા કરે છે, જો ખરાં અર્થમાં ભાજપ સરકાર ખેડુતના હિતની અને લાભની વાત કરવા માંગતી હોય તો આ ભાજપ સરકારના નેતાઓ અમરેલી જીલ્લાના ખાંભા, સા.કુંડલા, રાજુલા તાલુકાના ગામડાઓના ખેડુતોના ખેતરે જઈ કમોસમી વરસાદ થી ખેડુતોને થયેલ નુકશાનનો તાગ મેળવી ખેડુતોને તાત્કાલીક સહાય આપવાની માંગ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Related Posts