છેલ્લા ઘણા સમયથી સમગ્ર અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે, પોલીસ તંત્રના હપ્તા રાજથી આજે સમગ્ર અમરેલી જિલ્લામાં બેફામ રીતે દારૂ વેચાય છે અને બુટલેગરો પણ બેફામ બની ગયા છે આજે સમગ્ર અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન પણ બેફામ થાય છે અને ખનીજ માફિયાઓ પણ બેફામ બની ગયા છે, આજે સમગ્ર અમરેલી જિલ્લામાં લૂંટફાટ, ચોરી, હત્યા, બળાત્કાર જેવી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે જે સાબિત કરે છે કે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જાળવવા માટે નિષ્ફળ ગયું છે, તાજેતરમાં જ કોંગ્રેસના આગેવાન ઉપર જીવલેણ હુમલો થયેલ હતો તેના થોડાક દિવસો બાદ જ ભાજપના મહિલા આગેવાનની સરા જાહેર હત્યા કરી દેવામાં આવેલ છે જે પોલીસ તંત્રની નિષ્ફળતા સાબિત કરે છે
અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments