અમરેલી

અમરેલી જીલ્લામાં નવ નિર્માણ પામેલ અમૃત સરોવર સુવિધા યુક્ત બનાવવા વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જીલ્લામાં નવા બનાવેલ અમૃત સરોવરને સુવિધાયુકતા બનાવવા માટે આયોજનના ભાગરૂપે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૌરવના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લાના અમૃત સરોવર માટે વીડિઓ કોન્ફોરન્સ યોજાય હતી. જેમાં આગામી સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટ ની ઉજવણીના ભાગ રૂપે અમૃત સરોવરો ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વિષય પર જિલ્લા વિકાસ અધિકારીએ તમામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત 75 અમૃત સરોવર ખાતે ગત 26મી જાન્યુઆરી ના પર્વ નિમિત્તે પણ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આગામી 15મી ઓગસ્ટના પર્વ પર પણ અમૃત સરોવર ખાતે ધ્વજવંદન નો વિશેષ કાર્યક્રમ યોજવા માટે તમામ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવી છે. આ વિડિઓ કોન્ફરન્સ નિયામક દ્વારા ગામોમાં સરોવરની કામગીરીની ગુણવત્તા અમૃત સરોવરનાં નિર્માણ બાદ ભૂગર્ભ જળસ્તર માં થયેલો વધારો, જે સરોવરની કામગીરી પૂર્ણ થઈ ગઇ હોય ત્યાં સરોવરની સ્વચ્છતા, સુશોભન અને ઉપયોગીતા જેમકે, બોટિંગ, ફિશિંગ, ખેતીની સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થતો હોય તો લાભાર્થી ખેડૂતોની સંખ્યા બાબતે અને ગામનું સરોવરને તહેવાર અને વિવિધ ઉજવણીના સ્થળ તરીકે બનાવવા માટે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાન ની સંકલ્પના મુજબ અમૃત સરોવરને સુવિધાયુક્ત તેમજ સામાજિક સ્થળ બનાવવા માટે લેવા પાત્ર પગલાં વિશે આયોજન બાબતે વિશેષ ચર્ચા કરી હતી. અમરેલી જીલ્લાના 16 ગામના પંચાયત અધિકારી અને પંચાયતીરાજના પદાધિકારી, ખેડૂત આગેવાન અને તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમ મનરેગા યોજના એપીઓ કલ્પેશ કુબાવતે જણાવ્યું હતું.

Related Posts