અમરેલી જીલ્લામાં પંચાયત અને સ્ટેટ હસ્તકના વિવિધ માગોૅના કામો માટે રાજય સરકાર તરફથી રૂા. ૭૪ કરોડ ૭૦ લાખ જેવી માતબર રકમને મંજુરી
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કયોૅ
ગુજરાત સરકારના માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદી દ્વારા અમરેલી જીલ્લાના પંચાયત અને સ્ટેટ હસ્તકના વિવિધ માગોૅના વિકાસ અને વિવિધ માગોૅ ઉપર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ અને સી.ડી. વકૅસના કામો માટે રૂા. ૭૪ કરોડ ૭૦ લાખ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારી–બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ રાજયના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન. માગૅ મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો અમરેલી જીલ્લાના લોકો વતી સહદય આભાર વ્યકત કરેલ છે.
Recent Comments