fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં પીજીવીસીએલના કર્મચારી ફોન ના ઉપાડે તો અધીક્ષક ઇજનેર બી.કે.દવે ને જાણ કરવી : નારણભાઈ કાછડીયા

અમરેલી જીલ્લામાં કોઈપણ ખેડૂત કે ગ્રાહકને ફોલ્ટ સજૉય અને પી.જી.વી.સી.એલ.ના હેલ્પર , લાઈનમેન , ડેપ્યુટી ઈજનેર કોઈપણ સક્ષમ અધિકારી ફોન ન ઉઠાવે અથવા તો યોગ્ય પ્રત્યુતર ન આપે તો સકૅલ ઓફીસના વડા અધિક્ષક ઈજનેર શ્રી બી.કે.દવેને તેમના મોબાઈલ નં . ૯૮૨૫૬ ૦૩૧૭૯ ઉપર ટેલિફોનીક જાણ કરવા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે . સાંસદશ્રીએ અગાઉ પણ પી.જી.વી.સી.એલ.ના હેલ્પર થી લઈ સક્ષમ અધિકારી / કમૅચારીઓ દ્વારા ખેડૂતોનો ફોન ન ઉઠાવવાથી લઈ યોગ્ય પ્રત્યુતર ન આપવા બાબતે જીલ્લા સંકલન સમિતિની બેઠક તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલ છે .

પરંતુ અમુક કમૅચારીઓ / અધિકારીઓને લીધે જીલ્લાના ગ્રાહકો ખાસ કરીને ખેડૂતો ખુબ જ હેરાન થઈ રહયા છે અને પી.જી.વી.સી.એલ. વિભાગ પણ બદનામ થઈ રહયો છે . હાલમાં જ એક એવો કિસ્સો બનેલ હતો . કુંકાવાવ – વડીયા તાલુકાના અનિડા ગામના ખેડૂત ખાતેદારો શ્રી ચુનીભાઈ ગોલ અને શ્રી છગનભાઈ ગોલના ખેતરે અંદાજિત ૨૦ દિવસથી વિજ પુરવઠો બંધ હોવાને લીધે તેઓ દ્વારા અવાર નવાર હેલ્પર તેમજ ડેપ્યુટીને રજૂઆત કરવા છતા તેઓની કમ્પ્લેઈન નોંધવામાં આવતી ન હતી . ત્યારબાદ તેઓએ આજીજી કર્યો બાદ માંડ માંડ વિભાગ તરફથી ગત તા . ૧૮/૦૭/૨૦૨૨ ના રોજ ફરીયાદ નોંધવામાં આવી . પરંતુ ખેડૂતો દ્વરા ફોલ્ટ નોંધાવ્યા બાદ પણ પ્રશ્નનું નિરાકરણ થતા તેઓએ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને ટેલિફોનીક વાત કરી .

સાંસદશ્રી દિલ્લી લોકસભામાં વ્યસ્ત હોવા છતા તેઓએ ખેડૂતોનો પ્રશ્ન સાંભળી આ અંગે અધિક્ષક ઈજનેર શ્રી દવેને જાણ કરતા અધિક્ષકશ્રીએ કોઈપણ ગ્રાહક કે ખેડૂતને મુશ્કેલી જણાય તો તેઓના ઉપરોકત મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા સાંસદશ્રીને જણાવેલ હતુ . તેથી અમરેલી જીલ્લામાં કોઈપણ ખેડૂત કે ગ્રાહકને ફોલ્ટ સૉય અને પી.જી.વી.સી.એલ.ના કોઈપણ સક્ષમ અધિકારી કમૅચારી ફોન ન ઉપાડે અથવા તો યોગ્ય પ્રત્યુતર ન આપે તો અધિક્ષક ઈજનેરશ્રીનો સંપર્ક કરવો અને જો કોઈપણનો સંપર્ક ન થાય તો સાંસદશ્રીનો અથવા તો સાંસદ કાર્યાલયનો સંપકૅ કરવા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે .

Follow Me:

Related Posts