ટુંક સમય પહેલા જ નાગનાથ મંદિર પાસે સ્પીડ બ્રેકર બનાવેલ તે ટુંક જ સમયમાં તુટી ગયેલ : સંદીપ પંડયા
સમગ્ર અમરેલી જીલ્લામાં રોડ–રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ગઈ છે, રોડ–રસ્તાઓ પાછળ પ્રજાના કરોડો રૂપીયાનું આંધણ થાય છે, કારણ કે રોડ–રસ્તાઓનાં મોટા કોન્ટ્રાકટ રાખતા કોન્ટ્રાકટરો ડાઉનમાં ટેન્ડર ભરીને કામ મેળવે છે અને કામ મળી ગયાં પછી અધિકારીઓ સાથે મીલીભગત કરી નબળી ગુણવંતાવાળુ રસ્તાઓનું તથા સ્પીડ બ્રેકરનું કામ થાય છે, પરીણામે ગણતરીના દિવસો માં જ કરોડો રૂપીયાના ખર્ચે બનાવેલ રોડ ખાડાં ખડીયા વાળો ખખડધજ બની જાય છે, અને આમ જનતાને મુશ્કેલીનો સામનો કરે છે.ટુક સમય પહેલા જ અમરેલી શહેરમાં નાગનાથ મહાદેવ મંદિર પાસે સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલ તે ટુંક જ સમયમાં તુટી ગયેલ છે, જેમાં હલકુ ગુણવંતાનું મટીરયલ્સ વાપરેલ હતું, અમરેલી જીલ્લાના રસ્તાઓ,સ્પીડ બ્રેકર બનાવવા માટે રોડ માફીયાઓ કબ્જો જમાવીને બેઠા છે, જેની સામે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર કેમ મોૈન બેઠા છે ?
Recent Comments