અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ખાંભા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે ખાંભા, સાવરકુંડલા, બાબરા, રાજુલા, જાફરાબાદ અને લીલીયા તાલુકા માંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે અમરેલી જીલ્લા મહિલા સામખ્ય સંકલન અધિકારી ઈલાબેન ગોસ્વામી દ્વારા મહિલા ઓને આપવામાં આવતી વિવિધ સેવાઓ અને કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તથા ગ્રામ્ય સ્તરે ચાલતા સાક્ષરતા વર્ગ ના સંચાલિકા બહેનો માહિતી કેન્દ્ર ના સંચાલિકા બહેનો ને તેમની વિશિષ્ટ સેવાકીય પ્રવુતિ ને નારી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી આ તકે નીલાબેન આચાર્ય, તાલુકા પ્રમુખ મનીષાબેન, મંજુલાબેન લશ્કરી વગેરે મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મનીષાબેન ગોસ્વામી, સોનલબેન દાફડા, પ્રિયદર્શનીબેન, કિરણબેન મકવાણા અને હેતલબેન રેણુકા એ જહેમત ઉઠાવી હતી.
અમરેલી જીલ્લા કક્ષા એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ખાંભા ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી


















Recent Comments