fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ઉપપ્રમુખ  મુકેશભાઈ રૂપારેલીયાની ધારી રેલવે સલાહકાર સમિતિમાં નિમણૂંક થતાં શહેર તેમજ જીલ્લાભરના અગ્રણી દ્વારા અભિનંદનની વર્ષા થઈ.

અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ, ધારી વેપારી મહામંડળ ટ્રસ્ટના પ્રમુખ, ધારી તાલુકા ભાજપ ઉપપ્રમુખ તેમજ અમરેલી રઘુવીર સેનાના મહામંત્રી સહિતની સંસ્થાઓમાં જવાબદારી નિભાવતાં રઘુવંશી અગ્રણી મુકેશભાઈ વ્રજલાલ રૂપારેલીયાની ધારી રેલ્વે સલાહકાર સમિતિમાં રેલવે વિભાગ દ્વારા નિમણૂંક કરવામાં આવેલ છે. હવે તેમના બહોળા અનુભવ અને રેલવે સંદર્ભે લોકોની સમસ્યાઓના સકારાત્મક ઉકેલ માટે ધારી રેલવેને લગતાં પ્રશ્નનો હલ કરવાની તક મળતાં તેમણે પણ પોતાનાથી શક્ય એટલા તમામ પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમની નિમણૂંકના સમાચાર મળતાં તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts