અમરેલી જીલ્લા ના ટીંબી હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાન સામતભાઈ વેગડ તથા દેવરાજભાઈ સાખટ ની પુત્રી ના લગ્નપ્રસંગે કલ્યાણ નિધિમાથી વીસ – વીસ હજાર નો સહાય ચેક અર્પણ તથા તાલુકા પંચાયત સભ્ય નાથાભાઈ ભાલાળા દ્વારા ટીંબી હોંમગાર્ડ ઓફીસ ને ઝેરોક્ષ મશીન પોતાના સ્વખર્ચે આપવામાં આવતા તેમની અર્પણ વિધિ કાર્યક્રમ શીતળા માતાજી મંદિર ટીંબી ખાતે પૂ. શરણગિરિ બાપુના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી જીલ્લા હોંમગાર્ડ કમાન્ડન્ટ અશોક જોષી, જીલ્લા પંચાયત સદસ્ય દેવજીભાઈ, ટીંબી સરપંચ રમેશભાઈ, જીલ્લા હોંમગાર્ડ પી.આર.ઓ. અમીતગીરી ગોસ્વામી, ઓફિસર કમાન્ડીંગ મનિષ મહેતા ટીંબી, શરદ સાપરીયા લીલીયા, ઘનશ્યામ કચ્છી ડેડાણ, ચંદુભાઈ દેવેરા ખાંભા વગેરે અધિકારીઓ, જવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જીલ્લા હોંમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
અમરેલી જીલ્લા ના ટીંબી હોમગાર્ડઝ યુનિટ ના બે જવાનો ની પુત્રીના લગ્નપ્રસંગે સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા.- તાલુકા પંચાયત સભ્ય દ્વારા હોંમગાર્ડ ઓફીસ ને ઝેરોક્ષ મશીન ફાળવવામાં આવ્યું

Recent Comments