અમરેલી

અમરેલી જીલ્લા પંચાયત અને જીલ્લાની તામામ ૧૧ તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરિયો છવાયો

આજ રોજ તા. ૧૪ સપ્ટેમ્બર ના રોજ અમરેલી જીલ્લા પંચાયત અને જીલ્લાની તામામ ૧૧ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની આગામી બીજી અઢી વર્ષની મુદત માટે વરણીની બેઠકો હતી, જેમાં અમરેલી જીલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા તથા ઉપપ્રમુખ તરીકે શ્રી સુરેશભાઈ પાથર બિનહરીફ જાહેર થયા હતા.

અમરેલી જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં ૯ તાલુકા પંચાયતમાં ભાજપની પૂર્ણ બહુમતી હોવાથી તેમાં ભાજપનાજ પ્રમુખ અને ઉપપ્રમુખ હતા તેમાં ફરીવાર ભાજપના જ કાર્યકર્તાઓ એ પદો સંભાળ્યા છે. જયારે બગસરા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી તેમાં કોંગ્રેસના સભ્યો ભાજપની વિચારધારા સાથે જોડાતા, બગસરા તાલુકા પંચાયત પણ ભાજપની બની હતી. જયારે લીલીયા તાલુકા પંચાયતમાં બંન્ને પક્ષોના આઠ આઠ સભ્યો – હોવાથી ટાઈ પડતા ચુંટણી અધિકારી દ્વારા ચીઠ્ઠી નાખવામાં આવતા પ્રમુખ પદ ભાજપને મળતા લીલીયા તાલુકા પંચાયત પણ ભાજપ ને ફાળે આવી હતી.

આમ અમેરેલી જીલ્લાના ઈતિહાસમાં ઘણા સમય પછી જીલ્લા પંચાયત અને તમામ ૧૧ તાલુકા પંચાયતમાં સમગ્ર અમરેલી જીલ્લામાં ભાજપનો ભગવો ધ્વજ લહેરાયો છે.

જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયાના નેતૃત્વ અને જીલ્લા ના નેતાઓ શ્રી પરશોતમભાઈ રૂપાલા,શ્રી દિલીપભાઈ સંઘાણી,શ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રી નારણભાઈ કાછડિયા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા,શ્રી જે.વી. કાકડિયા,શ્રી જનકભાઈ તળાવીયાના માર્ગદર્શન અને સમગ્ર જીલ્લા ભાજપ,તાલુકા ભાજપની ટીમ તથા કાર્યકર્તાઓની મહેનત અને સહયોગ થી આ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઇ છે.

એમ અમરેલી જીલ્લા ભાજપની યાદી જણાવે છે.અમરેલી જીલ્લા પંચાયત અને જીલ્લાની તામામ ૧૧ તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરિયો છવાયો

એમ અમરેલી જીલ્લા ભાજપની યાદી જણાવે છે.

Related Posts