અમરેલી જીલ્લા પંચાયત હેઠળ ખાલી રહેલ જગ્યાઓ ભરવા બાબતે રજુઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા
આજ તા. ૦૪/૦૧/ર૦ર૩ ના રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ જીલ્લાના ધારાસભ્યશ્રીઓ સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી અમરેલી જીલ્લા પંચાયત હેઠળ વર્ગ–૧, વર્ગ–ર અને વર્ગ–૩ ની ખાલી રહેલ જગ્યાઓ ભરવા બાબતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડને મળી અસરકારક રજુઆત કરેલ હતી. આ તકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ અમરેલી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારીના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને લાઠી–બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રીને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં રજુઆત કરતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા પદાધિકારીઓએ જીલ્લામાં ખાલી રહેલ જગ્યાઓને લીધે પડી રહેલ મુશ્કેલીઓ અંગેે મંત્રીશ્રીનું ધ્યાન દોરતા જણાવેલ હતું કે, અમરેલી જી૬ત્સિલા પંચાયત હસ્તકની વર્ગ–૧, વર્ગ–ર અને વર્ગ–૩ની મોટા ભાગની જગ્યાઓ ખાલી હોવાને લીધે અમરેલી જીલ્લા પંચાયત હસ્તક સરકારશ્રી તરફથી મંજુર થયેલ વિકાસના કામો તેમજ નાણાપંચથી લઈ સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લક્ષ્યાંક સિધ્ધ કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તેથી તમામ ખાલી જગ્યાઓ સત્વરે ભરવા બાબતે પદાધિકારીશ્રીઓએ સરકારશ્રીમાં અસરકારક રજુઆત કરેલ છે.
Recent Comments