fbpx
અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાવરકુંડલાની કે. કે. હાઈસ્કૂલમાં ધો. ૧૦ તથા ધો ૧૨ના વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન સેમિનાર

સાવરકુંડલા શહેરની ગ્રાન્ટેડ શાળા કે. કે હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન સેમિનાર હમ હોંગે કામયાબનું આયોજન અમરેલી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સોસાયટી દ્વારા કરવામાં આવેલ. આ સેમિનારનો મુખ્ય હેતુ તો વિદ્યાર્થીઓને સફળતા માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે આ તકે ખૂબ પ્રતિષ્ઠિત અને જાણિતા મોટિવેશનલ સ્પીકર  કેવલભાઈ મહેતાએ પોતાની વિશિષ્ટ શૈલીમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શક વક્તવ્ય દ્વારા મંત્રમુગ્ધ કરી દીધા હતા.  આ કાર્યક્રમમાં ડી. વાય. એસ. પી.  હરેશભાઈ વોરા, સાવરકુંડલા ટાઉન પી. એસ. આઈ.  પૃથ્વીરાજસિંહ ગોહિલ, સાવરકુંડલા રૂરલ પી. એસ. આઈ.  આર. એલ. રાઠોડ, કે. કે. હાઈસ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ  કે. સી. ગોંડલિયા, એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ  ઉષાબેન તેરૈયા,  જે. ટી. ખડદિયા તથા અન્ય શિશ્રકશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કે. કે. હાઈસ્કૂલ તથા એસ. વી. દોશી ગર્લ્સ સ્કૂલના ધો. ૧૦ તથા ૧૧ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

Follow Me:

Related Posts