fbpx
અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ બેડામાં પણ સોહિલભાઈ રાઠોડના અવસાનથી શૌકનુ મોજુ ફરી વળ્યુ

અમરેલી જીલ્લા પોલીસ તંત્રમાં પોલીસ કર્મી તરીકે  છેલા ત્રણ વરસથી ફરજ બજાવી રહેલ ધારી તાલુકાના અમૂતપુર ગામના સોહીલ ભાઈ રાઠોડના દુખદ અવસાનથી અમરેલી જીલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાયેલ છે મર્હુમ સોહીલભાઈ રાઠોડના પીતાજી પણ ભાવનગર જિલ્લામાં પી.એસ.આઈ  એમ.એ. રાઠોડ ફરજ બજાવી રહેલ છે ને સ્પુત્ર પોલીસ કોન્સ્ટેબલ સોહીલ ભાઈ રાઠોડ અમરેલી પોલીસ બેડામાં નોકરી કરતા હોય ત્યારે ટુંકી બીમારી સબબ સોહિલભાઇ રાઠોડનું અવસાન થતાં સમગ્ર રાઠોડ પરીવાર અને અમૂતપુર ગામમાં શોકનુ મોજુ ફરી વળેલ છે મુસ્લિમ ગધ્ધય સમાજનુ ગૌરવ એવા સોહીલભાઈ રાઠોડના પ્રતિભાશાળી જીવન સ્મરણોને યાદ કરીને તેમના મિત્ર સર્કલમાં પણ ગમગીની વ્યાપી ગયેલ છે  તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ સોહીલ ભાઈ રાઠોડે અંતિમ શ્વાસ લેતા અમરેલી જીલ્લા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ત્રણ વરસથી ફરજ બજાવી રહેલ સોહીલભાઈના સહ સારથી પોલીસ કર્મચારીઓ પણ ચોધાર આંસુઓએ ભાવભીની વિદાય આપી હતી.

Follow Me:

Related Posts