અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા વિનામૂલ્યે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ e-kyc કેમ્પ
સાવરકુંડલા લીલીયા તાલુકાના તમામ ખેડૂતો માટે પોતાના ઘરઆંગણે ગામડે ગામડે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારની પી.એમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂત ખાતેદારોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે તે લાભાર્થી ખેડૂતોને e-kyc ફરજિયાત કરાવવાનું છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ અને સાચા અર્થમાં ખેડૂત નેતા જેને કહેવાય એવા સુરેશભાઈ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા લીલીયા તાલુકાના ગામડે ગામડે સ્થળ ઉપરજ નિશુલ્ક e-kyc કેમ્પ ચાલુ કરીને ખેડૂતોની વેંદનાને વ્હાલા કર્યો છે.આ ઉનાળાના ધોમધખતા તાપ ની અંદર ખેડૂતોને ગામડેથી શહેરમાં આવવું પડે છે અને e-kyc માટે પૈસા ચૂકવવા પડે છે આ તમામ ખેડૂતોની વેદનાને જાણી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ખેડૂતોને પોતાના જ ગામમાં સુવિધા પ્રાપ્ત થાય તેવું આયોજન કરી વિનામૂલ્યે e-kyc કેમ્પ ચાલુ કરી સાચા સમાજસેવક નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરેશ ભાઈ પાનસુરીયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનો એક પણ નાગરિક યશસ્વી મનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ છે તે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબ ના માર્ગદર્શન અને જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા સાંસદ નારણભાઇ કાછડિયાના નેતૃત્વ હેઠળ એક પણ નાગરિક અને લાભાર્થી યોજનાઓથી વંચિત ન રહે તેવા ઉત્તમ હેતુ સાથે મારી કાર્યાલય ઉપર થી નિશુલ્ક તમામ યોજનાઓ ના ફોર્મ તેમજ માહિતી ભરી આપવામાં આવે છે તાજેતરમાં જ RTE યોજના હેઠળ વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી આઠ ધોરણ સુધી પ્રાઇવેટ સ્કૂલમાં સામાન્ય માણસ નો દીકરો કે દિકરી નિશુલ્ક અભ્યાસ કરી શકે તે માટે મારી ઓફિસેથી નિશુલ્ક ફોર્મ ભરી સામાન્ય માણસો ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એવું સુરેશભાઈ પાનસુરીયા દ્વારા જણાવું હતું
Recent Comments