અમરેલી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન ગોહિલે ગુજરાત પ્રદેશ ભાજપ, મહિલા મોર્ચાનાં માનદમંત્રી શ્રી ભાવનાબેન ગોંડલીયા સાથે સંકલન કરી જીલ્લા ભા.જ.પ.પ્રમુખશ્રી માન.કૌશિકભાઈ વેકરીયાનાં માર્ગદર્શન તળે જીલ્લા ભા જ ૫.મહિલા મોર્ચાના સોશીયલ મીડિયા કન્વીનર” તરીકે પત્રકાર અને અમરેલી મહિલા ફ્રેન્ડ્સ ક્લબના પ્રમુખ અને ગુર્જર ક્ષત્રિય કડિયા મહીલા મંડળના કાર્યકારી પ્રમૂખ ધર્મિષ્ઠાબેન એચ. ટાકની નિમણુંક કરવામાં આવી છે શ્રીમતી ધર્મિષ્ઠા ટાંકે બીકોમ. એમબીએ. અને જર્નાલિઝમ સુધી અભ્યાસ કર્યો છે પત્રકારત્વ અને અભિનય તેના શોખ ના વિષયો છે ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ. ટીવી. રિપોર્ટિંગ તેમજ એન્કરિંગ તેમજ ટીવી ચેનલના રસોઈ શોથી તેઓ જાણીતા છે
તેઓ યુ ટયુબર પણછે તેમજ તેઓ મહિલાલક્ષી પ્રવૃત્તિ જેવીકે રંગોલી સ્પર્ધા મહેંદી સ્પર્ધા કુકિંગ કોમ્પિટિશન તેમજ ડ્રોઈંગ અને ગરબા ડાન્સ કોમ્પીટીશન ગરબા ડેકોરેશન આરતી ડેકોરેશન અને સમાજસેવાની પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે તેઓના માધ્યમથી સરકારશ્રીની તમામ યોજનાઓ તથા પાર્ટીની કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેઓ સફળ થશે તેમની આ નિમણૂકને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરીયા તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ. ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય જે.વી.કાકડીયા બીજેપી ગુજરાત મહિલા મોરચાનાં મંત્રી ભાવનાબેન ગોંડલીયા તેમજ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભૂત્તયા તેમજ બીજેપી મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી રંજનબેન ગોહિલ તેમજ જીલ્લા ભાજપના શ્રી જયેશભાઈ ટાંકે આ નિમણૂક ને આવકારી છે અને શુભકામનાઓ પાઠવી છે
Recent Comments