fbpx
અમરેલી

અમરેલી જીલ્લા હોમગાર્ડ દળના જવાનોના પ્રમોશન અને બઢતી માટે રેન્ક ટેસ્ટ યોજાયો

 અમરેલી જીલ્લા હોમગાર્ડઝ દળ આયોજીત હોમગાર્ડ જવાનોના પ્રમોશન અને બઢતી માટે એન.સી.ઓ. રેન્ક ટેસ્ટનું તારીખ 24 અને 25 જૂન બે દિવસ સુધી અમરેલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

      હોમગાર્ડ જવાનોએ રાજ્યક્ષાના બેઝિક, એડવાન્સ અને લીડરશીપના 12 થી15 દિવસના કેમ્પોમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવતા હોય છે. જે જવાનોએ કેમ્પ કરેલ હોય તેમને રેન્ક પ્રમોશન આપવામાં આવતું હોય છે. જેમાં નિયત લાયકાત અને બંદોબસ્ત, ફરજો તથા પરેડની હાજરી અને સર્ટિફિકેટો જોઈને જિલ્લાની પસંદગી કમિટી દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવે છે. આ બે દીવસીય પરીક્ષામાં મેદાની, લાઠી, રાયફલ, પદ કવાયત, શિસ્ત, ડ્રેસ ટનઆઉટ, બૌદ્ધિક તથા લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અમરેલી જીલ્લાના ચલાલા, ડેડાણ, ડુંગર, અમરેલી, લીલીયા, સાવરકુંડલા સહિતના સમગ્ર જિલ્લામાંથી લાયક જવાનોની પરીક્ષા યોજાઈ હતી. આ તકે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોક જોષી, ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડી કચેરી અમદાવાદના પ્રતિનિધિ કે.આર.અવસ્થી, સ્ટાફ ઓફિસર લીગલ હંસાબેન મંકાણી, સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમિતગીરી ગોસ્વામી, હેડ ક્લાર્ક કે.જે.ગોહિલ, ઓફિસર કમાન્ડિંગ સાવજ, તુષાર જોષી, શરદ સાપરિયા તથા પ્રદીપ પીલુકિયા, મારવાડી વગેરે અમરેલી જિલ્લાના હોમગાર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહી રેન્ક ટેસ્ટ પરીક્ષા લેવામાં આવી હતી. હોમગાર્ડ માનદ દળના જવાનોને પ્રમોશન મળે અને ઉત્સાહ જળવાઈ રહે તેમનું મોરલ અપ થાય તે હેતુસર વડી કચેરીના માર્ગદર્શન સૂચના અન્વયે રેન્ક ટેસ્ટનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાના સાંસદ નારણભાઈ ઉપસ્થિત રહી જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. આ તકે ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડી કચેરીના પ્રતિનિધિ કે.આર.અવસ્થીનું પબ્લિક રિલેશન ઓફિસર અમિતગીરી દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts