અમરેલી જુના માર્કેટયાર્ડ ખાતે I.D.F.C. ફર્સ્ટ બેંકનું પી.પી. સોજીત્રાનાં વરદ્હસ્તે ઉદ્ઘાટન કરાયું
અમરેલીનાં જુના માર્કેટયાર્ડ ખાતે આજરોજ આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંકનું માર્કેટયાર્ડનાં ચેરમેનશ્રી પી. પી. સોજીત્રાનાં વરદ્હસ્તે દબદબાભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. જેમાં પ્રથમ દિવસે જ રૂા.૩.૬પ કરોડ જેવી ડિપોઝીટ જમા થયેલ છે. જે કોઈપણ બેંકનાં ઓપનીંગમાં રેકોર્ડબ્રેક ડિપોઝીટ આવેલ છે. આ પ્રસંગે આઈ.ડી.એફ.સી. બેંકનાં કસ્ટર્ર હેડ આશીષભાઈ જોષી રાજકોટથી અને અમદાવાદથી રાજપુતસાહેબ ઉપસ્થિત રહયા હતા.
આજરોજ ઉદ્ઘાટન સમયે ૩૦ જેટલા સેવિંગ્ઝ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટ પણ ખુલેલા આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંકની સેવાઓ અને સેવિગ્ઝમાં ૬.રપ% વ્યાજ હોય વેપારીઓ તથા ગ્રાહકો સતત એકાઉન્ટ ખોલવા માટે આવી રહયા હતા તેમ આઈ.ડી. એફ.સી. ફર્સ્ટ બેંકનાં મેનેજરશ્રીએ અખબારયાદીમાં જણાવેલ છે.
Recent Comments