અમરેલી

અમરેલી ઠેબી ડેમમાં આત્મહત્યા કરવા ગયેલ મહિલાને અમરેલી અભયમ ટીમે બચાવી

તારીખ ૨/૦૫/૨૦૨૩ ના રોજ બપોર ના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન કરી જણાવેલ કે *એક મહિલા અમરેલી ઠેબી ડેમમાં આપઘાત કરવા જઈ રહ્યા છે* જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે.


જેથી આ માહિતી મળતા તુરંતજ *ટીમના કાઉન્સેલર પરમાર હીના જીઆરડી મનીષાબેન માધાડ તથા પાયલોટ જગદીશભાઈ મોરે**સ્થળે પહોંચી પીડિત મહિલા ને આત્મવિશ્વાસ માં લઇ સુરક્ષીત સ્થળે બેસાડી પરામર્શ કરતા *પીડિતાએ જણાવેલ કે તેઓ જિંદગી થી કંટાળી ગયેલ છે જેથી તેઓ વારંવાર એક શબ્દ રટણ કરી રહ્યા હતા કે તેઓ ને મરી જાવ છે*.આથી ટીમ દ્વારા પિડીતા ને શાંત્વાના આપી સમજાવેલ કે આત્મહત્યા કરવી તે સમસ્યા નું સમાધાન નથી પરંતુ તેની સામે અવાજ ઉઠાવી લડત આપવી પડે,જેથી પીડિત મહિલા એ વિશ્વાસ માં આવતા શાંત થઈ તેઓએ તેમની આપવીતી જણાવેલ કે *તેઓના લગ્નના ૬ વર્ષ થઈ ગયેલ છે ને સંતાન માં ૪ વર્ષનો દીકરો છે. તેઓના પતિને નશો કરવાની આદત હોવાથી અવાર-નવાર નશાની હાલતમાં બોલાચાલી થતા તેઓ દ્વારા પીડિતાને ઢોર માર મારવામાં આવે છે. તેમજ તેઓના સાસુ દ્વારા ઘરકામ બાબતે તેમજ અન્ય નાની નાની બાબતમાં મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપવામાં આવે છે, ઘરમાં નજરકેદ માં રાખે છે*.આમ પીડિતાના ઘરમાં અવાર-નવાર જગડા ચાલુ રહેતા હોય ને વારંવાર તેઓને પિયરમાં જઈ માતા-પિતા ને પરેશાન કરવું તે યોગ્ય ના લાગતું હોય ને શરમજનક લાગતું હોય *જેથી પીડિતા એ કંટાળી ને સાસરીમાં ઘરે કહ્યા વગર નીકળી અમરેલી ઠેબી ડેમના પાળે આપઘાત કરવા પોહચી ગયા હતા*.


જેથી ટીમ દ્વારા પીડિતા ને તે વિસ્તાર થી *અમરેલી મહિલા સહાયતા કેન્દ્રમાં (pbsc)* લઈ જઈ તેઓના સાસુ,સસરા તથા પતિ ને બોલાવી *૧૮૧ ટીમ ના કાઉન્સેલર પરમાર હીના તથા મહિલા સહાયતા કેન્દ્ર ના કાઉન્સેલર પારૂલબેન મહીડા બંને ટીમએ* સાથે મળી ને પીડિતાના સાસરી પક્ષને યોગ્ય પરામર્શ કરી કાયાદાકિય ભાષા માં સમજણ આપી કાયદાનું ભાન કરાવેલ તેમજ સામાજિક બંધનો અને બાળકના ભવિષ્ય ના ઘડતર અંગે અવગત કરી સમજણ આપેલ હતી,તેમજ વ્યસન મુક્તિ કેન્દ્રો અંગે સમજણ આપતા ,પીડિતા ના પતિ તેમજ સાસરીપક્ષ ને તેઓની ભૂલ નો અહેસાસ થતા પીડિતાને જણાવેલ કેં હવેથી તેઓ ભૂલ નહિ કરે તેમજ પરેશાન નહીં કરે ને નશો કરવાની આદત મૂકી દેશે જે અંગે ખાત્રી આપતાં પીડિતા ના મરજી તેમજ સમંતી થી રાજીખુશીથી થી સમાધાન કરાવામાં આવ્યું હતું. તેમજ થોડાક સમય પીડિતા એ પિયર માં રહે તો તેઓનુ મગજ શાંત થઈ જાઈ આથી પીડિતાને તેઓના પિતા સાથે હસતા ચહેરે પિયરમાં મોકલવામાં આવેલ હતા.*તેમજ પીડિત મહિલાને આત્મહત્યા ના વિચારો ક્યારે પણ પોતાની જિંદગીમા ના લાવવા હિંમત આપેલ* ને ત્યારબાદ પીડિત મહિલા ને આગળ ના દિવસોમાં આવા કોઈ પણ પગલા ના ભરે અને લાંબા ગાળાના પરામર્શ માટે અમરેલી મહિલા સહાયતા કેન્દ્રમાં આ કેસ રિફિર કરવામાં આવેલ હતો.
*આમ મહિલાને મોતના મુખમાંથી બચાવી ૧૮૧ ટીમ તથા મહિલા સહાયતા કેન્દ્ર ટીમ એ સાથે મળી ને સુખદ સમાધાન કરાવામાં આવેલ હતું*.

Related Posts