fbpx
અમરેલી

અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સનાં જિલ્લા મહામંત્રી તરીકે પ્રતાપભાઈ ખુમાણની નિમણુંક

મગ્ર અમરેલી જિલ્લાની વેપારીઓ માટેની સૌથી જુની અને મોટી સંસ્થા એટલે અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સ.
જેમાં છેલ્લા 15 વર્ષથી ચતુરભાઈ અકબરી બખૂબી પ્રમુખ પદ સંભાળી ને, રાત દિવસ જોયા વગર વેપારીઓના હિતમાં સતત તમામ ક્ષેત્રે લડત આપતાં આવ્યાં છે.
આજે સમગ્ર અમરેલી જિલ્લાનું નવું માળખું જાહેર કરવામાં આવતાં અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સનાં જિલ્લા મહામંત્રી તરીકે,

કાઠી ક્ષત્રિય અગ્રણી, કેળવણીકાર, જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને સૂર્યોદય પેટ્રોલ પંપના માલિક પ્રતાપભાઈ ખુમાણની પસંદગી કરવામાં આવી છે. આ તબક્કે પ્રતાપભાઈ ખુમાણ દ્વારા પોતાની પસંદગી બદલ આભારની લાગણી વ્યકત કરી હતી કે કયારેય કોઈ પદ કે હોદ્દાની અપેક્ષા કે માંગણી પણ ન કરી હોવા છતાં માત્ર ને માત્ર મારી કામગીરીની યોગ્યતા લક્ષ્યમાં લઈ, જિલ્લા મહામંત્રી ની જવાબદારી સોંપવામાં આવી જે મારા કાર્યને પ્રોત્સાહિત કરનારી છે. 

Follow Me:

Related Posts