નેતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્રારા અમરેલી તાલુકાના ગામડાઓમાં કોરોના કાળમાં મ્રુત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી તેના પરીવારને સાંત્વના પાઠવી હતી, તથા ગામડાના લોકોની વિવિ સમસ્યાઓ જાણી અને તેનું નિરાકરણ કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો, તથા તોૈકતે વાવાઝોડાથી થયેલ ગામડાઓના લોકોને નુકશાની ની જાણકારી પ્રાપ્ત કરી હતી.અને નુકશાનીના વળતર થી વંચિત લોકોને સાંભળીયા હતા,અને વહેલીતકે સહાય ચુકવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.
આ પ્રવાસમાં ચકકરગઢ,દેવળીયા,મોટા ગોખરવાળા,નાના ગોખરવાળા, ચાંદગઢ, લાપાળીયા, સોનારીયા, શંભુપરા, ખડ ખંભાળીયા, કેરીયાચાડ, તરકતળાવ, પીઠવાજાળ,રાજસ્થળી, વિઠ્ઠલપુર,ચાંપાથળ, ફતેપુર ગામનો પ્રવસા કરીયો હતો જેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગુણવંતભાઈ સાંગાણી તથા કીર્તિ ભાઈ ચોડવડીયા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દીલીપભાઈ વાડદોરીયા તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રાવતભાઈ ધાધલ તાલુકા કોંગ્રેસ અગ્રણી હરીબાપા સાંગાણી, અરવિંદભાઈ ગોંડલીયા,જે.બી. મકવાણા,આકાશ કાનપરીયા,વગેરે આગેવાનો પ્રવાસમાં સાથે જોડાણા હતા.
Recent Comments