અમરેલી તાલુકાના ગામડા ખુંદતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
નેતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્રારા અમરેલી તાલુકાના ગામડાઓમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પણ તેના પરીવારને સાંત્વના પાઠવી હતી, તથા ગામડાના લોકોની વિવિધ
સમસ્યાઓ જાણી અને તેનું નિરાકરણ કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો,
તથા તોૈકતે વાવાઝોડાથી થયેલ ગામડાઓના લોકોને નુકશાની ની જાણકારી પ્રાપ્ત કરી હતી.અને નુકશાનીના વળતર થી વંચિત લોકોને સાંભળીયા હતા,અને વહેલીતકે સહાય ચુકવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. આ પ્રવાસમાં નવા ખીજડીયા, ગાવડકા, સણોસરા, મોટા ભંડારીયા,થોરડી,રંગપુર, વડેરા, નાના ભંડારીયા, મોટા આંકડીયા, માલવણ, કાઠમા, દહીંડા, પીપળલગ, વેણીવદર ગામનો પ્રવાસ કર્યો હતો જેમાં તાલુકા પંચાયત સદસ્ય સાર્દુળભાઈ આહીર, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ હપાણી, જીગ્નેશભાઈ સાવલીયા, પીયુષભાઈ સુદાણી, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રવજીભાઈ મકવાણા વગેરે આગેવાનો પ્રવાસમાં સાથે જોડાણા હતા.
Recent Comments