અમરેલી તાલુકાના ચાડીયા,જાળીયા, ટિમ્બલા, રામનગર, વરસડા, નાના ગોખરવાળા, સાંગાડેરી અને સાજિયાવદર એમ કુલ ૧૨ ગામો ખાતે સંચાલકની જગ્યા માટે ધો. ૧૦ પાસ અથવા સ્થાનિક વ્યક્તિ ધો. ૭ પાસ ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. રસોયાની જગ્યા માટે રોકડીયાપરા (અમરેલી), કેરાળા, ખીજડીયા, રાદડિયા, નવાગીરીયા, ચિતલ કુમાર શાળા, ચાડીયા,જાળીયા, રામનગર, વરસડા, પાણીયા, મોટા ભંડારીયા, માળીલા, મોણપુર, રાંઢીયા, હરિપુરા, સાંગાડેરી અને સાજિયાવદર એમ કુલ ૧૬ કેન્દ્રો ખાતે સ્થાનિક અનુભવી ઉમેદવાર અરજી કરી શકશે.
અમરેલી કન્યાશાળા નં. ૨, અમરેલી પોલીસ લાઈન, નવા ગીરીયા, ચાંદગઢ, ચાડિયા, જાળિયા, તરવડા, થોરડી, રામનગર, વરસડા, પાણીયા, મેડી, માળીલા, મોણપુર, મોટા ગોખરવાળા, રીકડીયા, લાલાવદર, હરિપુરા, સાંગાડેરી અને સાજિયાવદર એમ કુલ ૧૯ કેનરો ખાતે સ્થાનિક અનુભવી ઉમેદવાર મદદનીશની જગ્યા માટે અરજી કરી શકશે. નિયત નમુનાનું અરજી પત્રક અમરેલી મામલતદાર કચેરી ખાતે તા. ૨૨/૭/૨૦૨૧ સુધીમાં બપોરે ૩ પહેલા જમા કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે મામલતદાર કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે.
Recent Comments