અમરેલી તાલુકાના ગાવડકા ગામે પોૈરાણીક શિવ મંદિર પાસે રોડ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી
અમરેલી તાલુકાના ગાવડકા ગામે પોૈરાણીક મહાદેવનું મંદિર આવેલ છે, જયાં ખુબ કીચડ અને ખાડા આવેલા છે, જેનાથી શિવભકતો ને ખુબ મુશ્કેલીઓનો
સામનો કરવો પડતો હતો,જયા રોડ કરવાની ખુબ જરૂરીયાત હતી, જે પ્રાણ પ્રશ્ન હલ કરતા ધારાસભ્ય ધાનાણી.
અમરેલી તાલુકાના ગાવડકા ગામના શિવભકતો માટે ખુબ જ પ્રચલિત અને આસ્થાનું કેન્દ્ર આ છે, અને શિવ ભકતોની લાગણી અને માંગણી હલ કરતા અમરેલીના લોક લાડીલા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીનો ગાવડકા ગામના આગેવાનો ભાવેશભાઈ ગોૈસ્વામી, કાનભાઈ સારીખડા,જીગાભાઈ ગોૈસ્વામી,પ્રિતેશભાઈ ગોૈસ્વામી તેમજ ગાવડકા ગામના શિવ ભકતોએ ખુબ ખુબ આભર માન્યો હતો.
Recent Comments