અમરેલી તાલુકાના જસવંતગઢ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી
ભાવનગર રેન્જ આઇ.જી. અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં દારૂ-જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને
માર્ગદર્શન આપેલ.
જે અન્વયે આજ રોજ તા.૦૯/૦૫/૨૦૨૨ ના શરૂ રાત્રિના સમયે અમરેલી તાલુકા વિસ્તારના જસવંતગઢ ગામની શીધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ ચંદુભાઇ રવજીભાઇ મકરૂદીયા, રહે.ચિત્તલ વાળાની વાડી ખેતરના શેઢા પાસે આવેલ જાહેર રસ્તામાં મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ગંજી-પત્તાના પાના વડે પૈસાથી હારજીતનો તીન-પત્તીનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ નવ ઇસમોને રોકડ રકમ, જુગારના સાહિત્ય, મોબાઇલ ફોન તથા વાહનો સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. ♦ જુગાર રમતા પકડાયેલ આરોપીઓની વિગત
(૧) સુરેશભાઇ ગોવિંદભાઇ વાડદોરીયા, ઉ.વ.૫૦, ધંધો-ખેતી, રહે.લુવારીયા, તા.લાઠી, જિ.અમરેલી (૨) જયેશભાઇ ડાયાભાઇ બોઘાણી, ઉ.વ.૩૮, ધંધો-ખેતી, રહે.શેડુભાર, તા.જિ.અમરેલી (૩) દીનેશભાઇ બાલુભાઇ બોદર, ઉ.વ.૪૫, ધંધો-ખેતી, રહે.શેડુભાર, તા.જિ.અમરેલી (૪) વિપુલભાઇ બચુભાઇ કોઠીયા, ઉ.વ.૪૧, ધંધો-ખેતી, રહે.શેડુભાર, તા.જિ.અમરેલી (૫) ત્રિકમભાઇ કાળાભાઇ શેલડીયા, ઉં.વ.૫૫, ધંધો-ખેતી, રહે.શેડુભાર, તા.જિ.અમરેલી (૬) દીપકભાઇ ઇન્દુભાઇ વાળા, ઉં.વ.૩૧, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ચિતલ, તા.જિ.અમરેલી (૭) પ્રકાશભાઇ તાજુભાઇ ચારોલીયા, ઉ.વ.૨૮ ધંધો-વેપાર, રહે.ચિતલ, તા.જિ.અમરેલી (૮) કાંતીભાઇ બાવાભાઇ ગોહિલ, ઉ.વ.૪૫, ધંધો-ખેતી, રહે.ચિતલ, તા.જિ.અમરેલી (૯) વિનુભાઇ જીવરાજભાઇ વૈષ્ણવ, ઉં.વ.૫૫, ધંધો-ખેતી, રહે.શેડુભાર, તા.જિ.અમરેલી → પકડાયેલ મુદ્દામાલઃ
રોકડા રૂ.૧,૦૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૯, કિં.રૂા.૨૭,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૪, કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૨,૦૯,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે…
Recent Comments