અમરેલી

અમરેલી તાલુકાના જસવંતગઢ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને રોકડ રકમ , મોબાઇલ ફોન , વાહનો તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ .૨,૦૯,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં દારૂ – જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ . જે અન્વયે આજ રોજ તા .૦૯ / ૦૫ / ૨૦૨૨ ના શરૂ રાત્રિના સમયે અમરેલી તાલુકા વિસ્તારના જસવંતગઢ ગામની શીધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ ચંદુભાઇ રવજીભાઇ મકરૂદીયા , રહેચિત્તલ વાળાની વાડી ખેતરના શેઢા પાસે આવેલ જાહેર રસ્તામાં મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના વડે પૈસાથી હારજીતનો તીન – પત્તીનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ નવ ઇસમોને રોકડ રકમ , જુગારના સાહિત્ય , મોબાઇલ ફોન તથા વાહનો સાથે પકડી પાડી , તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . છે

જુગાર રમતા પકડાયેલ આરોપીઓની વિગત

( ૧ ) સુરેશભાઇ ગોવિંદભાઇ વાડદોરીયા , ઉ.વ .૫૦ , ધંધો – ખેતી , રહે.લુવારીયા , તા.લાઠી , જિ.અમરેલી

( ૨ ) જયેશભાઇ ડાયાભાઇ બોધાણી , ઉ.વ .૩૮ , ધંધો – ખેતી , રહે.શેડુભાર , તા.જિ.અમરેલી

( ૩ ) દીનેશભાઇ બાલુભાઇ બોદર , ઉ.વ .૪૫ , ધંધો – ખેતી , રહે.શેડુભાર , તા.જિ.અમરેલી

( ૪ ) વિપુલભાઇ બચુભાઇ કોઠીયા , ઉં.વ .૪ , ધંધો – ખેતી , રહે.શેડુભાર , તા.જિ.અમરેલી

( ૫ ) ત્રિકમભાઇ કાળાભાઇ શેલડીયા , ઉ.વ .૫૫ , ધંધો – ખેતી , રહે.શેડુભાર , તા.જિ.અમરેલી

( ૬ ) દીપકભાઇ ઇન્દુભાઇ વાળા , ઉં.વ .૩૧ , ધંધો – ડ્રાઇવિંગ , રહે . ચિતલ , તા.જિ.અમરેલી

( ૭ ) પ્રકાશભાઇ નાજુભાઇ ચારોલીયા , ઉ.વ .૨૮ ધંધો – વેપાર , રહે.ચિતલ , તા.જિ.અમરેલી

( ૮ ) કાંતીભાઇ બાવાભાઇ ગોહિલ , ઉ.વ .૪૫ , ધંધો – ખેતી , રહે.ચિતલ , તા.જિ.અમરેલી

( ૯ ) વિનુભાઇ જીવરાજભાઇ વૈષ્ણવ , ઉ.વ .૫૫ , ધંધો – ખેતી , રહે.શેડુભાર , તા.જિ.અમરેલી છું પકડાયેલ મુદ્દામાલ રોકડા રૂ .૧,૦૭,૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૦૯ , કિં.રૂા .૨૭,૦૦૦ / – તથા મોટર સાયકલ નંગ -૦૪ , કિ.ગ્રુ .૭૫,૦૦૦ / – મળી કુલ કિ.રૂા .૨,૦૯,૦૦૦ / – નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા , પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Related Posts