અમરેલી તાલુકાના ટીંબલા ગામ સ્મશાનમાં સગડો જર્જરીત થઈ ગયેલ જે નવો મુકવા માટે તેમજ શેડુભાર ગામે સ્મશાનમાં પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી ત્યાં પાણી માટે બોર તથા મોટર સેટ અને સાજીયાવદર ગામે પ્રણામી મંદિર પાસે ચોમાસા દરમ્યાન ખુબ જ પાણીનો ભરાવો થાય છે તેનાથી કાદવ કીચડ અને બિમારી પણ થવાની સંભાવના છે, આ સ્થળે ગંદકી દુર કરી બ્લોક રોડ ટીંબલા, સાજીયાવદર અને શેડુભાર ગામના ગ્રામજનો દ્રારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી અમરેલી તાલુકાના ટીંબલા ગામે સ્મશાનમાં સગડો અને શેડુભાર
ગામે સ્મશાનમાં નવો બોર તથા ઈલે.મોટર સેટ અને સાજીયાવદર ગામે પ્રણામી મંદિર પાસે બ્લોક રોડ બનાવવા કામે નાણાંની ફાળવણી કરેલ છે. અને આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. ટીંબલા, શેડુભાર અને સાજીયાવદર ગામના ગ્રામજનોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો .
અમરેલી તાલુકાના ટીંબલા, સાજીયાવદર, શેડુભાર ગામનો પ્રાણ પ્રશ્ન હલ કરતા : પરેશભાઈ ધાનાણી

Recent Comments