fbpx
અમરેલી

અમરેલી તાલુકાના દેવળિયા ગામના દેવળિયા એપ્રોચ રોડ અનેઅમરપુર-વરૂડી- વેણીવદર-પીપળલગ-દહિંડા-રાંઢીયા રોડનું કામ મળી રૂપિયા ૨૪૦ લાખના નવિનીકરણના કામો મંજૂર કરાવતાઅમરેલીના યુવા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા

અમરેલી શહેર અને જિલ્લાના વિકાસકામો એક પછી એક મંજૂર કરાવવાનું બીડું ઝડપ્યું હોય એમ અમરેલીના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા હાલ કામ કરી રહ્યાનું જણાય છે. આજે અમરેલીને રૂપિયા ૨૪૦ લાખના રોડના નવીનીકરણના કામોની ભેટ મળી છે. જે પૈકી અમરેલી તાલુકાના દેવળિયા ગામના દેવળિયા એપ્રોચ રોડનું રૂપિયા ૧૫૦ લાખના ખર્ચે ખાસ અંગભુત યોજના હેઠળ સરકાર દ્વારા જોબ નંબર ફાળવી નવીનીકરણનું કામ મંજૂર કરવામાં આવેલ છે. બીજું કામ અમરેલી તાલુકાનું અમરપુર–વરૂડી-વેણીવદર-પીપળલગ-દહિંડા-રાંઢીયા રોડનું નવીનીકરણનું કામ જોબ નંબર ફાળવી રૂપિયા ૯૦ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે.

          દેવળિયા એપ્રોચ રોડ જે હાલ અત્યારે ૩.૭૫ મીટર પહોળો છે એની જગાએ આ રોડ હવે ૫.૫૦ મીટર પહોળો બનશે. જેથી લોકોની સુખાકારીમાં વધારો થશે. આમ ઉપરોક્ત બન્ને રસ્તાના કામો મંજૂર થતાં ટૂંક સમયમાં આ બન્ને રસ્તાના કામોનું નવિનીકરણ હાથ ધરાશે. આ બન્ને કામોમાં રૂપિયા ૨૪૦ લાખની રકમ મંજૂર થતાં આ ગામોના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

Follow Me:

Related Posts